fbpx

ભાજપ ગુજરાતમાં અમારા 13-14 ફોર્મ રદ કરાવવાની ફિરાકમાં હતું: શક્તિસિંહ ગોહિલ

Spread the love

ગુજરાતમાં 7 મે 2024ના દિવસે 26 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપે બધી 26 બેઠકો જીતવાનો દાવો કરેલો છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપ વખતે અમારા 13 -14 ફોર્મ રદ કરાવવાની કોશિશમાં હતું.

શક્તિસિંહ ગોહિલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમને પત્રકારો પાસેથી જાણવા મળ્યુ હતું કે, ભાજપે આ વખતે કોંગસના 13-14 ફોર્મ રદ થાય તેવો કારસો રચ્યો હતો, પરંતુ અમારી લીગલ ટીમ અને વોર રૂમના સભ્યોની સજાગતાને કારણે ભાજપની કારી સફળ થઇ નહોતી.

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થયું તેના માટે કોણ જવાબદાર? એવા સવાલના જવાબમાં શક્તિસેહે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. કોંગ્રેસ કેટલી બેઠક પર જીતશે? તેનો પણ ગોહિલે આંકડામાં કોઇ જવાબ આપ્યો નહોતો.

error: Content is protected !!
%d bloggers like this: