fbpx

ક્ષત્રિય સમાજના આંદોલન પછી ગુજરાતમાં ભાગલા પાડો રાજ કરોની નીતિ

Spread the love

ગુજરાતમાં રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજનું જે આંદોલન શરૂ થયું તેને કારણે અનેક સામાજિક સમીકરણો બદલાયા. રાજકીય પાર્ટીઓ અત્યારે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.

અંગ્રેજો શિખવાડી ગયેલા કે ડિવાઇડ એન્ડ રૂલ મતલબ કે ભાગલા પાડો અને રાજ કરો,લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં જેટલા હથકંઠા અપનાવી શકાય તે બધા અપનાવી રહ્યા છે. રાજકારણીઓનું ચૂટણી જીતવાનું સૌથી મુખ્ય હથિયાર ધર્મ અને જ્ઞાતિ-જાતિનું રાજકારણ છે.મતોનું ધ્રુવીકરણ કરવાના કાવતરાં થઇ રહ્યા છે.

રાજકોટ ભાજપના પ્રમુખે તાજેતરમા પોલીસને ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના મળતિયાઓએ લેઉવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા માટે પત્રિકાઓ ફરતી કરી છે. પોલીસે આ કેસમાં 4 યુવાનોની ધરપકડ કરી છે.

error: Content is protected !!
%d bloggers like this: