fbpx

2 કરોડનો તાંબાનો સિક્કો કપાશે, હજારોમાં વહેચાશે! જાણો શું છે મામલો

Spread the love

આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે છે પરંતુ આ એક સામાન્ય સિક્કો 2 કરોડ રૂપિયાની કિંમતનો છે જે હજારો લોકો વચ્ચે વેચાવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સિક્કો કોઈ એક શખ્સને નહીં મળે પરંતુ ઘણા લોકોને મળશે. કેવી રીતે? તો અમે આ આર્ટિકલમાં તમને વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છીએ. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ આ સિક્કા પર Edward VIIIની તસવીર છે. Edward VIII બ્રિટનના રાજા હતા. તેઓ માત્ર 11 મહિના માટે રાજગાદી પર બેસી શક્યા હતા.

આ સિક્કાની કિંમત 2 કરોડથી વધારાની આંકવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સામાન્ય તાંબાના સિક્કાના 4 હજાર શેર નક્કી કરવામાં આવ્યા છે જેની કિંમત લગભગ 5 હજાર રૂપિયા નજીક હશે પરંતુ તેને કોઈ લિમિટેડ રીતે તેના શેર (હિસ્સો) જ ખરીદી શકાય છે એટલે કે 10 ટકા લગભગ 400 શેર ખરીદી શકાય છે.

શું છે આ સિક્કાની કહાની?

રિપોર્ટ મુજબ હવે આ સિક્કાની કહાની શું છે તો તે તમને જણાવી દઈએ છીએ. આ સિક્કો વર્ષ 1937મા લોકો વચ્ચે આવવાનો હતો પરંતુ ત્યારે Edward VIIIએ અમેરિકાની રહેવાસી એક વિધવા મહિલા વાલિસ સિમ્પસન સાથે લગ્ન કરી લીધા હતા. આ કારણે વર્ષ 1936મા સિંહાસન ત્યજી દીધું હતું. જેના કારણે 1937મા આવનારો આ સિક્કો બહાર પડી શક્યો નહોતો. ત્યારબાદ આવ્યો વર્ષ 1978….1978મા આ તાંબાના 50 પેટર્ન સિક્કાઓમાંથી એક લગભગ 35 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો. વર્ષ 2019મા તેની કિંમત વધીને 1 કરોડ 34 લાખ રૂપિયાથી વધારે થઈ ગઈ.

હવે Showpiece.comએ તેની ઈન્શ્યોરન્સ કરાવ્યું છે ત્યારબાદ હવે આ સિક્કાની ભાગીદારી 8 માર્ચના રોજ વેચાશે. Showpiece.comના સહ સંસ્થાપક ડાન કાર્ટરે જણાવ્યું કે આ સિક્કા સાથે એક ઇતિહાસ જોડાયેલો છે જે લોકોને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે આ સિક્કાને લઈને ઘણા લોકો પોતાની રુચિ દેખાડી રહ્યા છે. જોકે લોકોને તેનું આંશિક સ્વામિત્વ જ મળશે. તો આ સિક્કાની કિંમત આગામી દિવસોમાં વધી પણ શકે છે અને ઓછી પણ થઈ શકે છે. Edward VIII સાથે જોડાયેલા સામાન હાલમાં ખૂબ જ મોટી કિંમતમાં વેચાયા છે. જાન્યુઆરી 2020મા સોનાનો એક સિક્કો જેના પર Edward VIIIની તસવીર હતી તે 10 કરોડમાં વેચાયો હતો. તેને બ્રિટનના એક શખ્સે ખરીદ્યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: