fbpx

15 હજાર પગાર,10 હજાર લાંચ, ઘરે રૂપિયાનો પહાડ, આટલા રૂ. મળ્યા, મંત્રીનું કનેક્શન

Spread the love

રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. પ્રારંભિક માહિતી અનુસાર, EDએ નોકરના ઘરેથી લગભગ 20-30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ 3 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.

EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. ત્યાર પછી મંત્રીના ખાનગી સચિવના નોકરના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અંદાજ ન હતો કે 15,000 રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે. જો કે હવે અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવ્યા છે.

ગયા વર્ષે EDએ 10,000 રૂપિયાની લાંચના કેસમાં ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

BJP સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગોડ્ડાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ યાદવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘રૂ. 30 કરોડથી વધુ અને હજુ ગણતરી ચાલુ છે… આજે EDની કાર્યવાહીમાં, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને ભ્રષ્ટાચાર અગ્રણી હેમંત સરકારના મંત્રી, આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સામે મોટી કાર્યવાહી સંજીવ લાલના ઘરેથી EDને 30 કરોડથી વધુની રકમ મળી આવી, પ્રદીપ યાદવની પાર્ટીની વાર્તા…’ 

આલમગીર આલમ પાકુડ વિધાનસભામાંથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં ઝારખંડ સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. સરપંચની ચૂંટણી જીતીને આલમગીરે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ 4 વખત ધારાસભ્ય બની ચુક્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ઝારખંડમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુના પરિસરમાંથી રૂ.350 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી. તેના જવાબમાં તેણે કહ્યું કે, દરોડામાં જે રોકડ મળી છે તે મારી દારૂની કંપનીઓની છે. દારૂનો ધંધો માત્ર રોકડમાં થાય છે અને તેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

error: Content is protected !!
%d bloggers like this: