fbpx

આ શહેરથી એક બાદ એક ગધેડા થઇ રહ્યા છે ચોરી, અત્યાર સુધી 25 ગયા

Spread the love

મધ્ય પ્રદેશના બહારામપુરમાં ગધેડાની ચોરીનો મામલો પોલીસ પ્રશાસનની જનસુનાવણીમાં પહોંચતા હાહાકાર મચી ગયો. શહેરથી છેલ્લા એક અઠવાડિયામાં 25 કરતા વધુ ગધેડાઓની ચોરી થઇ ચૂકી છે. હવે પશુપાલકોએ તેની ફરિયાદ પોલીસને કરી છે, પરંતુ FIR નોંધાઇ નથી. ન તો ગધેડાઓને શોધવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો. તેનાથી નારાજ પશુપાલક ફરિયાદ લઇને SPની જનસુનાવણીમાં પહોંચી ગયા. પશુપાલકોએ જણાવ્યું કે, ચોરી થયેલા ગધેડાઓની કિંમત 10 લાખ રૂપિયાથી વધારે છે.

તેનાથી જ તમામ પરિવારોની રોજી રોટી ચાલતી હતી. ગધેડાઓની ચોરીની FIRની માગ કરવા જનસુનાવણીમાં પહોંચેલા પશુપાલકો બોલ્યા ગધેડાઓથી કામ લીધા બાદ રાત્રે 12:00 વાગ્યે તેમને છોડી દેવામાં આવે છે અને સવારે પાછા લાવીને બાંધી દે છે, પરંતુ ગયા અઠવાડિયે 3-4 દિવસમાં એક એક કરીને 25 કરતા વધુ ગધેડા શહેરથી ચોરી થઇ ગયા. આ મામલાની ફરિયાદ કોતવાલી અને શિકારપુરા પોલીસ સ્ટેશનમાં કરી. પોલીસે તપાસ કરવાની વાત કહીને આવેદન આપ્યું, પરંતુ FIR ન નોંધવામાં આવી.

પશુપાલક મદન પ્રજાપતિએ જણાવ્યું કે, બધા પશુપાલક ગધેડાઓની પીઠ પર રેતી વહેવાનું કામ કરે છે. તેમાં ઇંટના ભઠ્ઠાઓ પર ઇંટો બનાવવામાં આવે છે. ગધેડાઓથી જ તેમની રોજી રોટી ચાલે છે, પરંતુ ગધેડાઓની ચોરી થઇ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અરજી આપી, પરંતુ પોલીસ તપાસ બાબતે પણ કોઇ જાણકારી આપી રહી નથી. તેનાથી પશુ પાલક પરેશાન છે. તેમનું કામકાજ પૂરી રીતે બંધ છે. ફરિયાદીએ જણાવ્યું કે, એક ગધેડાની કિંમત 30 થી 40 હજાર રૂપિયા સુધી હોય છે.

થોડા મહિના અગાઉ પણ આ પ્રકારે શહેરમાંથી ગધેડાઓની ચોરી થઇ ગઇ હતી. ત્યારે પણ ફરિયાદ કરવા પર કાર્યવાહી ન થઇ. પશુપાલકોએ ગધેડાઓ ચોરી કરનારા આરોપીઓને પકડવાની માગ કરી.  કોર્ટના એક એડવોકેટ આદિત્ય પ્રજાપતિએ જણાવ્યું કે, અમારા સમાજના લોકોના ગધેડા ચોરી થઇ ગયા છે. જનસુનાવણીમાં SPને મળવા પહોંચ્યા હતા. અમને ભરોસો છે કે નિશ્ચિત જ આ મામલે કાર્યવાહી થશે.

error: Content is protected !!