fbpx

પ્રાંતિજ ખાતે ૨૧ ઓગસ્ટ ભારત બંધ ના એલાન ની નહિંવત અસર

Spread the love

પ્રાંતિજ ખાતે ૨૧ ઓગસ્ટ ભારત બંધ ના એલાન ની નહિંવત અસર
– મોટા ભાગના બજારો ખુલ્લા જોવા મલ્યા
– SC .ST સમુદાય દ્રારા વેપારીઓને ગુલાબ નુ ફુલ આપી બજાર બંધ કરવા અપીલ કરી
– સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વેપારીઓને પ્રેમથી અપીલ કરી
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે SC.ST સમુદાય દ્રારા આપવામા આવેલ ૨૧ ઓગસ્ટ ભારત બંધ ના એલાન ની પ્રાંતિજ ખાતે નહિંવત અસર જોવા મળી


  ૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ની ૭ જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓઅને પેટા-જ્ઞાતિઓ  પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે નામ સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુળ સંવિધાનના ઉલ્લઘન થાય છે સંવિધાન ની ધારા ૩૪૧ તથા ૩૪૨ મુળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કારવાની અધિકાર માન.રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામ. સુપ્રિમ કોર્ટ ના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણય ને લઇને સમગ્ર દેશના SC-ST ના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધ ને એલાન આપવામાં આવ્યુ જેને લઈ ને પ્રાંતિજ ખાતે S.C સમાજ ના વિવિધ સંગઠનો તથા સમાજ ના આગેવાનો દ્રારા પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ ર્ડા.બાબાસાહેબ આંબેડકર ના બાવળા ને ફુલહાર પહેરાવી પ્રાંતિજ બજાર મા દુકાનો બંધ કરવા માટે નિકળ્યા હતા અને વેપારીઓને ગુલાબ નુ આપીને દુકાનો બંધ કરવા પ્રેમથી સમર્થન આપવા જણાવ્યુ હતુ તો આ પ્રસંગે રેખાબેન સોલંકી , ભીખાભાઇ વાણિયા , નૂતનભાઇ પરમાર , મનહરભાઇ પરમાર , શૈલેષભાઈ , જયતિભાઇ સોલંકી , શૈલેષભાઈ તીરધર , નટુભાઈ , કનુભાઈ સહિત સમાજના આગેવાનો સહિત લોકો મોટી ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને ગુલાબ નુ ફુલ આપીને બજાર બંધ કરવા અપીલ કરી હતી ત્યારે પ્રાંતિજ ખાતે બંધ ના એલાન ની નહિંવત અસર જોવા મળી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!