fbpx

‘ટેસ્લામાં નબળા દિલવાળાઓ માટે કામ નથી’, મસ્કની કંપનીમાંથી VPએ આપ્યું રાજીનામું

Spread the love

દુનિયાના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા ફરી એક વખત ચર્ચામાં છે. હવે ટેસ્લામાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ અને બિઝનેસ ઓપરેશન) શ્રેલા વેંકટરત્નમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્રેલા વેંકટરત્નમ છેલ્લા 11 વર્ષથી ટેસ્લા સાથે કામ કરી રહ્યા હતા અને તેઓ કંપનીમાં માત્ર 2 મહિલા પ્રેસિડેન્ટમાંથી એક હતા. શ્રેલા વેંકટરત્નમે લિંક્ડઇન પોસ્ટમાં પોતાના રાજીનામાની જાહેરાત કરતા ટેસ્લાની પ્રશંસા કરી, પરંતુ નીચે કમેન્ટમાં કહ્યું કે, ત્યાં કામ કરવું નબળા દિલવાળાઓનું કામ નથી.

તેમણે પોતાના કાર્યકાળને અસાધારણ બતાવ્યો અને કહ્યું કે, તેમને કંપનીના ગ્રોથ પર ગર્વ છે, જે આજે 700 બિલિયન ડૉલરની જાયન્ટ કંપની બની ગઈ છે. શ્રેલા વેંકટરત્નમે પોતાની પોસ્ટમાં લખ્યું કે, વાર્ષિક આવકમાં 100 બિલિયન ડોલર નજીક પહોંચવા અને 700 બિલિયન ડોલરની માર્કેટ કેમ (મહામારી દરમિયાન 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવા) અને એક વર્ષમાં 1.9 મિલિયનથી વધુ કારોની ડિલિવરી સાથે વાઇસ પ્રેસિડેન્ટના રૂપમાં પદ છોડતા મને એ વાત પર ગર્વ છે કે અમે એક સાથે કેટલું બધુ હાંસલ કર્યું છે.

એ સિવાય ટેસ્લાના પૂર્વ CFO જેસન વ્હીલરે કમેન્ટનો જવાબ આપતા વેંકટરત્નમને કહ્યું કે, ટેસ્લા માટે કામ કરવું નિશ્ચિત રૂપે નબળા દિલવાળાઓ માટે નથી. પોતાના કામ બાબતે બતાવતા વેંકટરત્નમે લખ્યું કે, પોતાની રણનીતિક ભૂમિકામાં મને મોડલ S, મોડલ X, મોડલ Y, સાઇબરટ્રક અને ઘણી નવી ફેક્ટ્રીઓમાં યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું. હું અમારા એનર્જી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટમાં પણ સામેલ હતી. અમારી ટીમે ઘણી ઇન્ડસ્ટ્રીને નવા સમાધાનો સાથે બદલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, વિશેષરૂપે ઘણા રાજ્યોમાં કાર ખરીદવા અને રજીસ્ટ્રેશનને પૂરી રીતે ઓટોમેટિક કરવા માટે DMV પ્રક્રિયાને બદલવામાં આવી.

error: Content is protected !!