પ્રાંતિજ ના પોગલુ રામજી મંદિર ખાતે ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો
– શ્રી કૃષ્ણ મહિલા મંડળ ની મહિલાઓની પ્રશંસનીય કામગીરી
– મંડળ મા આવતી આવક ભક્તિ સાથે ગામ વિકાસ અને શૈક્ષણિક કાર્ય પાછળ વપરાય છે
– અન્ય મહિલા મંડળો ને પ્રેરણારૂપ છે તેમ કહીએ તો નવાઇ નહી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે શ્રી કૃષ્ણ મહિલા મંડળ ની મહિલાઓ દ્રારા ભજન કીર્તન કાર્યક્રમ કરવામા આવે છે અને જે આવક થાય તે ગામના ધાર્મિક કાર્યક્રમો સહિત શૈક્ષણિક કાર્ય પાછળ વપરાય છે
પ્રાંતિજ ના પોગલુ ખાતે કાર્યરત શ્રી કૃષ્ણ મહિલા મંડળની મહિલાઓ દ્રારા છેલ્લા ૧૬ વર્ષ થી ભજન-કીર્તન કાર્યક્રમ કરવામા આવે છે અને ભજન દ્રારા જે પણ આવક થાય તે ગામના ધાર્મિક કાર્ય મા ગામના વિકાસ થતા શૈક્ષણિક કાર્ય મા વપરાય છે અને મંડળની બહેનો તથા ગામની બહેનોને રાહત દરે ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવામા આવે છે તો મંડળ દ્રારા આખો શ્રાવણ માસ મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયા હતા તો આ મંડળ નુ સંચાલન ૧૬ વર્ષ થી પટેલ દક્ષાબેન કરે છે અને આ મંડળ ની અંદર ૧૦૦ કર્તા પણ વધારે મહિલાઓ શ્રી કૃષ્ણ મહિલા મંડળમા જોડાયેલ છે તો મંડળ દ્રારા થયેલ આવક સમાજ હિત , ધાર્મિક કાર્યક્રમો ,ગામના વિકાસ અને શિક્ષણ પાછળ તથા ધાર્મિક પ્રવાસ રાહત દરે કરવામા આવે છે ત્યારે આ મંડળ અન્ય મંડળ માટે પ્રેરણારૂપ છે તેમ કહીએ તો નવાઇ નહી
જીલ રાવલ પ્રાંતિજ