fbpx

BJPમાં CM માટે કેટલા ચહેરા? અનિલ વિજ બાદ આ નેતાએ રજૂ કરી દાવેદારી

Spread the love

અંબાલા કેંટ વિધાનસભા સીટ પરથી ઉતરેલા અનિલ વિજે ગત દિવસોમાં પોતાને મુખ્યમંત્રી ફેસ બતાવ્યા હતા. તેમનું કહેવું હતું કે જો હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે છે તો તેઓ પાર્ટીમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરશે. તેમનું કહેવું હતું કે હું સૌથી સીનિયર છું અને કામનો લાંબો અનુભવ ધરાવું છું. મારા સમર્થક મોટા ભાગે સવાલ કરે છે કે એટલા વરિષ્ઠ હોવા છતા પણ તમને મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવતા નથી. હવે હું આ મામલાને જોવા હાઇકમાન પાસે માગ રાખીશ અને હું જો મુખ્યમંત્રી બન્યો તો હરિયાણનો ચહેરો જ બદલી દઇશ. તેને લઈને ભાજપમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે અનિલ વિજે ચૂંટણી અગાઉ કેમ આપ્યું એવી નિવેદન.

તેમના આ નિવેદન બાદ હવે કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે પણ પોતાને મુખ્યમંત્રી પદ માટે કુશળ બતાવ્યા છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય અંગત રૂપે મુખ્યમંત્રી પોસ્ટની ડિમાન્ડ કરી નથી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારા સમર્થક લાંબા સમયથી એવું ઈચ્છે છે. મેં અંગત રૂપે ક્યારેય મુખ્યમંત્રી પદની ડિમાન્ડ કરી નથી, પરંતુ મારું કદ, ઉપલબ્ધિઓ અને રાજકીય પ્રદર્શનને જોતા મને લાગે છે કે હું એક યોગ્ય ઉમેદવાર છું.

રાવ ઇન્દ્રજીત સિંહે કહ્યું કે, જો પાર્ટી મને મુખ્યમંત્રી પદની ઓફર આપે છે તો હું તેને કેમ નકારું? હું કોઈ પણ જવાબદારીને નિભાવવા માટે તૈયાર છું. ભાજપ માટે આ સ્થિતિ થોડી અસહજ કરનારી હોય શકે છે. એક તરફ રાવ ઇન્દ્રજીત સિંહ પોતાને કાબિલ માને છે તો અનિલ વિજ પહેલા જ વરિષ્ઠતાના આધાર પર દાવેદારી ઠોકી ચૂક્યા છે. અનિલ વિજની દાવેદારી બાદ સીનિયર નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે હરિયાણામાં નાયબ સિંહ સૈની મુખ્યમંત્રીનો ચહેરો છે. આ પ્રકારે ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે રાવ ઇન્દ્રજીત સિંહે પણ પોતાને મુખ્યમંત્રી પદ માટે યોગ્ય બતાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાવ ઇન્દ્રજીત સિંહ ગુરુગ્રામથી સાંસદ છે, પરંતુ તેની અસર આખા અહીરવાલ બેલ્ટ પર માનવામાં આવે છે. ગુરુગ્રામ, રેવાડી, મહેન્દ્રગઢમાં તેમનો દબદબો માનવામાં આવે છે, જ્યાંથી એક ડઝન સીટ આવે છે. તેને દક્ષિણ હરિયાણા કહેવામાં આવે છે. આ સીટો પર કમાન પણ પાર્ટીએ રાવ ઇન્દ્રજીત સિંહને આપી છે અને તેમનું કદ ખૂબ મોટું છું. એવામાં રાવ ઇન્દ્રજીત સિંહ ભાજપ માટે મોટા એસેટ માનવામાં આવી રહ્યા છે કેમ કે જાટ બેલ્ટમાં થનારા નુકસાનની ભરપાઈની આશા તેમની પાસે જ રાખવામાં આવી રહી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!