fbpx

UPમાં રેસ્ટોરન્ટ-ઢાબા પર માલિકનું નામ ફરજીયાત, ગંદકી-ભેળસેળ પકડાશે તો કાર્યવાહી

Spread the love

ઉત્તર પ્રદેશની CM યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં રેસ્ટોરાં અને ઢાબાઓ પર માલિકોના નામ લખવાની સૂચના આપી છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, તમામ રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલોમાં સીસીટીવી લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થોમાં દૂષણ અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, UPની યોગી સરકારે ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને ભેળસેળના અહેવાલો પછી મંગળવારે સવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણયો લીધા હતા. યોગી સરકારે તમામ હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.

અહીં આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના લોની વિસ્તારના ગ્રાહકોને જ્યુસમાં માનવ પેશાબ પીરસતા જ્યુસના દુકાનદારના સમાચાર આવ્યા હતા. આ સિવાય અન્ય શહેરોમાંથી પણ આવા અહેવાલો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને યોગી સરકારે નિર્ણય લીધો છે કે, ભોજન સ્થાનો પર માલિકો, ચલાવનારા, સંચાલકો વગેરેના નામ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહકની બેઠક જગ્યાઓ અને દુકાનના અન્ય મહત્વપૂર્ણ ભાગો પર CCTV લાગેલા હોવા જોઈએ.

એક સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોમાં માનવ અપશિષ્ટને ભેળવવાને ઘૃણાસ્પદ ગણાવ્યું હતું અને કહ્યું કે, આ બધું સ્વીકારવામાં આવશે નહીં. માનવ અપશિષ્ટ કે ગંદી વસ્તુઓ સાથે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા CM યોગી આદિત્યનાથે સૂચના આપી છે.

હોટલ અને ઢાબા અંગે ઉત્તર પ્રદેશ સરકારની સૂચનાઓ: UPની તમામ હોટેલો, ઢાબા, રેસ્ટોરન્ટ વગેરે સંબંધિત સંસ્થાઓની સંપૂર્ણ તપાસ, ચકાસણી વગેરે માટેની સૂચનાઓ. સામાન્ય લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે જરૂરિયાત મુજબ નિયમોમાં સુધારો કરવાની સૂચનાઓ. ઢાબા અને રેસ્ટોરન્ટ વગેરે પર કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન કરવાની સૂચના. ખાદ્ય ચીજવસ્તુઓની શુદ્ધતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા ખાદ્ય સુરક્ષા અને માનક ધારામાં જરૂરી સુધારા કરવા સૂચનાઓ. હવે ખાણી-પીણીના કેન્દ્રો પર ઓપરેટર, માલિક, મેનેજર વગેરેના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે. હવે તે શેફ હોય કે વેઈટર, તેમના માટે માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જરૂરી રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં CCTV કેમેરા લગાવવા ફરજીયાત રહેશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!