fbpx

દૃષ્ટિહીન ક્વોટાથી HCS ટોપર અશ્વની ગુપ્તા કાર ડ્રાઇવિંગ કરતા હતા, પસંદગી પર સવાલ

Spread the love

સિવિલ સર્વિસમાંથી બરતરફ કરાયેલી મહિલા IAS પૂજા ખેડકરના કેસથી તમે બધા વાકેફ હશો. આવો જ એક કિસ્સો હરિયાણામાં પણ સામે આવ્યો છે. અહીં એક અધિકારી વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં હરિયાણા સિવિલ સર્વિસિસ (HCS)માં દૃષ્ટિહીન ક્વોટામાં ટોપ કરનાર અશ્વની ગુપ્તાની પસંદગી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

હકીકતમાં, અશ્વની ગુપ્તાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને દૃષ્ટિહીન ક્વોટામાંથી પસંદ કરવામાં આવ્યો હતો, તે કાર ચલાવતો હતો. આ ઉપરાંત તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ કોર્ટને સોંપવામાં આવ્યું છે. જેમાં દૃષ્ટિહીન ક્વોટા હેઠળ તેમની નિમણૂક પર સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, અશ્વની ગુપ્તા મૂળ હિમાચલ પ્રદેશનો છે. તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હિમાચલ પ્રદેશમાંથી નીકાળવામાં આવ્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે હાઈકોર્ટને આશ્વાસન આપ્યું છે કે, મામલાની તપાસ કરવામાં આવશે અને પછી નિમણૂક આપવામાં આવશે.

18 જૂન, 2024ના રોજ, હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) દ્વારા પસંદ કરાયેલા 112 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ આ મામલે હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને HCS ટોપર અશ્વની ગુપ્તાની દૃષ્ટિહીન ક્વોટામાંથી પસંદગી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ જુલાઈમાં પણ સર્વિસ કમિશનને ફરિયાદ કરવામાં આવી હતી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારે જણાવ્યું કે, અશ્વની ગુપ્તાએ HCS પસંદગી પ્રક્રિયા માટે ખોટી માહિતી આપી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અશ્વની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં અને તે વાહન ચલાવે છે તેમ છતાં તેને દૃષ્ટિહીન ક્વોટામાંથી પસંદ કરવામાં આવ્યો છે.

અશ્વની ગુપ્તા મૂળ હિમાચલના સોલન જિલ્લાના પરવાનુ શહેરનો રહેવાસી છે. તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે. મહત્વની વાત એ છે કે, તેનો કાર ચલાવતો વીડિયો પણ સામે આવ્યો છે. હવે હિમાચલના સ્થાયી નિવાસીએ હરિયાણાના કાયમી નિવાસી તરીકે અરજી કરી હતી કે કેમ તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અરજીમાં અશ્વનીના ડ્રાઇવિંગ લાયસન્સની નકલ પણ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. વળી, જો તે દૃષ્ટિહીન છે તો તેણે તેનું લાઇસન્સ કેવી રીતે મેળવ્યું અને મોટી વાત એ છે કે, તે જોઈ શકતો ન હોવા છતાં કાર કેવી રીતે ચલાવી રહ્યો છે. બીજી તરફ હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવી હરિયાણા સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ અંધ વ્યક્તિ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકતી નથી. ભલે તે 100 ટકા જોઈ શકતો નથી અથવા એક ટકા પણ જોવામાં મુશ્કેલી અનુભવે છે. આવી સ્થિતિમાં હવે આ સમગ્ર મામલે સવાલો ઉઠી રહ્યા છે. અશ્વની ગુપ્તાનું લાઇસન્સ વર્ષ 2019માં બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે, રાશન કાર્ડમાં પણ, તે પરવાણુનો સ્થાનિક રહેવાસી છે. હાલ તેઓ પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરી રહ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!