fbpx

USમાં ચીની સોફ્ટવેરવાળી કારો.., બાઇડેન-મોદી મુલાકાતના એક દિવસ બાદ આવ્યો પ્રસ્તાવ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુલાકાત બાદ અમેરિકાના વાણિજ્ય વિભાગે મોટા પગલાંની જાહેરાત કરી છે. તેણે સોમવારે કહ્યું કે USમાં કનેક્ટેડ અને ઓટોમેટિક વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગ રાખવામાં આવી છે. ખાસ કરીને ચીની અને રશિયન સોફ્ટવેર અને હાર્ડવેરથી લેસ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. આ રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકન ડ્રાઇવરોની સેફટી માટે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે બાઇડેને મોદી સાથે વાતચીતમાં કહ્યું કે, અમેરિકા ભારતના મહત્ત્વપૂર્ણ અવાજને પ્રતિબિંબિત કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારની પહેલનું સમર્થન કરે છે. તેમાં સંયુક્ત સુરક્ષા પરિષદમાં બદલાવ કરીને ભારતને સ્થાયી સભ્ય બનાવવાની માગ પણ સામેલ છે.

આમ તો અમેરિકામાં ચીની અને રશિયન સોફ્ટવેરવાળી ગાડીઓ ઓછી જ છે. પરંતુ હાર્ડવેરને લઇને સમસ્યા વધુ જટિલ છે. એટલે વાણિજ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, સોફ્ટવેર પર પ્રતિબંધિત 2027 મોડલ યર માટે પ્રભાવી હશે. હાર્ડવેર પર બેન 2030ના મોડલ યર કે 1 જાન્યુઆરી 2029થી મોડલ યર વિનાના યુનિટ્સ પર હશે. આ પ્રકારે આ નિયમ અમેરિકાના રસ્તાઓ પર પહેલાથી ઉપસ્થિત ચીની સોફ્ટવેરવાળી કારો પર લાગૂ નહીં થાય.

એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે સોમવારે ઘોષિત ઉપાય ખૂબ મહત્ત્વના છે. ખાસ કરીને એ જોતા કારોમાં માઇક્રોફોન, કેમેરા, GPS ટ્રેકિંગ અને બ્લૂટૂથ જેવી ટેક્નિક અમેરિકનોને ખરાબ તત્વો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. તેના માધ્યમથી ઘરના એડ્રેસથી લઇને વ્યક્તિગત જાણકારીઓ સુધી હાંસલ કરી શકાય છે. એ પણ જાણકારી મેળવી શકાય છે કે તેમના બાળકોની શાળા ક્યાં છે. તેને લઇને હવે આપણે સાવધાન થઇ જવાની જરૂર છે.

અમેરિકાના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોએ કહ્યું કે, કેટલીક ચરમ સ્થિતિઓ પણ આપણી સામે આવી શકે છે જેમ કે વિદેશી પ્રતિદ્વંદ્વી અમેરિકામાં ચાલી રહેલા ઘણા વાહનોને બંધ કરી શકે છે કે એક સાથે તેમના પર પોતાનું નિયંત્રણ હાંસલ કરી શકે છે. એવામાં દુર્ઘટનાઓ થઇ શકે છે અને રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ થઇ શકે છે. રાયમોન્ડોએ કહ્યું કે, આ વાતો વેપાર કે આર્થિક લાભને લઇને થઇ રહી નથી. એ પૂરી રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. હાલમાં સારા સમાચાર એ છે કે આપણા રસ્તાઓ પર વધુ ચીની કે રશિયન કાર નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!