
તાજેતરમાં સુરત મહાનગર પાલિકા, પોલીસ વિભાગના અધિકારીઓ વરાછામાં ડિમોલીશન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક રાતમા જ વરાછા ફલાયઓવર નીચેનો વિસ્તાર સફાસટ કરી નાંખ્યો.
એવું કહેવાય છે કે, આવું એટલે માટે બન્યું, કારણકે, ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કુનાણીએ સુરત પોલીસ કમિશ્નર અને સુરત મહાનગર પાલિકા કમિશ્નરને પત્ર લખીને વરાછા ફલાયઓવર નીચે દબાણ, નશીલા પદાર્થોના વેચાણના દુષણ વિશે પત્ર લખ્યો હતો એટલે પાલિકા અને પોલીસ દોડતી થઇ ગઇ.
જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે કુમાર કાનાણીના પત્રને લઇને વરાછામાં ડિમોલિશન નથી થયું, પરંતુ જીગ્નેશ મેવાણીએ હમણાં જે મુદ્દો ઉપાડ્યો છે તેને કારણે તાત્કાલિક એકશન લેવાયા.કારણકે, કુમાર કાનાણીએ પત્રમાં જ લખ્યું છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરવાં આવી છતા પોલીસ કે પાલિકા કોઇ પગલા લેતી નથી.

