fbpx

LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000…

Spread the love

LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000...

છેલ્લાં ઘણા સમયથી અદાણી ગ્રુપમાં LICના રોકાણ અંગે ચર્ચા થતી રહે છે.  મે 2025માં LICએ અદાણીના એક ઇશ્યુમાં 5000 કરોડનું રોકાણ કર્યું હોવાની ચર્ચા થતી હતી.

1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જવાબ આપ્યો હતો કે,LICએ મે 2025માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જારી કરવામા આવેલા 5000 કરોડ રૂપિયાના સુરક્ષત નોન કન્વર્ટેબલ ડિબેન્ચરમાં અદાણીમાં રોકાણ કર્યું હતું.

નાણા મંત્રીએ કહ્યું હતું કે, LICએ બધા નિયમો મુજબ જ અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે. સરકાર LICના નિર્ણયમા હસ્તક્ષેપ કરતી નથી, રોકાણ સંદર્ભના નિર્ણયો લેવા માટે  LIC સ્વતંત્ર છે.

અદાણીનો મે 2025નો જે ઇશ્યુ હતો તે કુલ 5000 કરોડનો હતો અને પુરે પુરી રકમ LICએ રોકી દીધી હતી.

Leave a Reply

error: Content is protected !!