હરિયાણામાં 5 ઓકટોબરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે અને 8 ઓકટોબરે મતગણતરી થશે. આ વિધાનસભામાં દેશની સૌથી અમીર મહિલા ચર્ચામાં છે, કારણ કે તેઓ અપક્ષ તરીકે ચૂંટંણી લડી રહ્યા છે.
દેશના સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદલ કે જેમની નેટવર્થ 2.77 લાખ કરોડ રૂપિયા છે અને તેઓ જિંદલ ગ્રુપના ચેરમેન છે. લોકસભા 2024 પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સાવિત્રી જિંદલને ટિકીટ નહીં મળતા તેમણે હિસારથી અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભાજપે સાવિત્રી જિંદલને બદલે ડો. કમલ ગુપ્તાને ટિકીટ આપી દેતા તેઓ નારાજ થયા હતા.
2005માં તેમના પતિ ઓપી જિંદલનું એક પ્લેન ક્રેશમાં મોત થયા પછી પેટા ચૂંટણીમાં સાવિત્રી જિંદલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને એ રીતે તેમની રાજકારણમાં એન્ટ્રી થઇ હતી. એ પછી 2009માં જીત્યા પણ 2014માં હારી ગયા હતા. 2013માં તેઓ હરિયાણાની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.