fbpx

શું હોય છે ’36 બિરાદારી’નો અર્થ? મોટાભાગે નેતાઓ ભાષણમાં કરે છે તેનો ઉલ્લેખ

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સભાઓમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આ વાત પર ભાર આપે છે કે કોંગ્રેસ ‘36 બિરાદરી’ઓની પાર્ટી છે. એ બધા કોંગ્રેસના સમર્થનમાં છે. એવા જ દાવા ભાજપ કરતી રહી છે, જેમ હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય સચિવ ઓમ પ્રકાશ ધનખડે કહ્યું હતું કે અમે વાયદો કર્યો છે કે જો પાર્ટી ચૂંટણીમાં ફરીથી સત્તામાં આવે છે તો અમે 36 બિરાદરીઓની ભલાઈ માટે કામ કરીશું. દરેક ચૂંટણીની જેમ હરિયાણાની આ વિધાનસભાની ચૂંટણીમાં પણ 36 બિરાદરીઓનું પ્રતિનિધિત્વ કરવાની વાત મોટા ભાગે નેતાઓ તરફથી કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે 36 બિરાદરીનો અર્થ શું થાય છે?

શું છે 36 બિરાદરીનો અર્થ?

કુરુક્ષેત્ર યુનિવર્સિટીન પ્રોફેસર એસ.કે. ચહલ કહે છે કે, બિરાદરી શબ્દ ફારસી શબ્દ બરાદર પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે એક કાબિલો કે જનજાતિનો ભાઈચારો છે, જેનો એક જ વંશ હોય. બિરાદરી શબ્દને કૌમ (રાષ્ટ્ર) કે જાત (જાતિ) સાથે પણ જોડવામાં આવે છે. જો કે, આ શબ્દોના અલગ-અલગ અર્થ છે, પરંતુ ઉત્તર ભારતમાં 3 શબ્દોને જાતિના પર્યાયવાચી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતા પ્રોફેસર એમ. રાજીવલોચન કહે છે કે બિરાદરી એક મોટા પરિવારની જેમ હોય છે. હરિયાણા મહાભારતનું ક્ષેત્ર છે. એમ માનવામાં આવે છે કે બિરાદરી જેવી સંરચનાઓ મહાભારતના સમયથી ચાલતી આવે છે.

36 બિરાદરીનું સામાજિક મહત્ત્વ શું છે?

ચૂંટણી મૌસમમાં જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈ ગામમાં જાય છે તો તેનું સ્વાગત 36 બિરાદરી તરફથી ગામના મુખ્ય લોકો કરે છે. આ શ્રેણીમાં આવતી જાતિઓ અને સમુદાયોમાં બ્રાહ્મણ, બનિયા (અગ્રવાલ), જાટ, ગુર્જર, રાજપૂત, પંજાબી (હિન્દુ), સોની, સૈની, અહીર, રોર અને કુંભાર SCનો અડધાથી વધારે હિસ્સો સામેલ છે. કોંગ્રેસના 6 વખતના ધારાસભ્ય અને પૂર્વ નાણાં મંત્રી સંપત સિંહ કહે છે કે 36 બિરાદરી માત્ર એક મહાવરો છે અને જાતિઓ 36થી પણ વધારે છે.

તેમણે કહ્યું કે, વર્ષ 2016માં મેં બધી જાતિઓ વચ્ચે ભાઇચારાને મજબૂત કરવા માટે હિસારમાં પોતાના ઘર પર એક કાર્યક્રમ કર્યો હતો અને તેમાં લગભગ 85 જાતિઓના સભ્યો સામેલ થયા હતા. 36 બિરાદરીનો ભાઈચારો હરિયાણામાં એક ખૂબ જ સામાન્ય શબ્દ છે, જેનો ઉપયોગ સમાજમાં સદ્વભાવને પ્રોત્સાહન આપવા કરવામાં આવે છે. પ્રોફેસર ચહલ મુજબ 36 બિરાદરીની અવધારણા (ભારત અને પાકિસ્તાન બંનેમાં) અને હરિયાણા અને રાજસ્થાનમાં વધુ જોવા મળે છે. અહી લોકોમાં પોતાની બિરાદરીયો સાથે જોડાણ અને પોતિકાપણાની ભાવના ગાઢ હોય છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!