fbpx

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના ૧૭ બાળકોએ ગોલ્ડ , સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

Spread the love

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના ૧૭ બાળકોએ ગોલ્ડ , સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા
– અમદાવાદ ખાતે ૨૦૨૫ ગુજરાત સ્ટેટ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપ યોજાઈ હતી
– કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ ને પણ આઉટ સ્ટન્ડિંગ કોચ નો અવોર્ડ પ્રમાણપત્ર આપી સન્માન
   


અમદાવાદ ચાંદખેડા ખાતે ૨૦૨૫ ગુજરાત સ્ટેટ માર્શલઆર્ટ ચેમ્પિયન શીપ યોજાઇ હતી જેમા સાબરકાંઠા-અરવલ્લી ના બાળકોએ ભાગલીધો હતો જેમા ૧૭ બાળકોએ ગોલ્ડ ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા તો કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ ને આઉટ સ્ટન્ડિંગ કોચ નો એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માન કરવામા આવ્યુ


   અમદાવાદ ચાંદખેડા ખાતે તારીખ ૧૭|૮|૨૦૨૫ ને રવિવાર ના રોજ ૨૦૨૫ ગુજરાત સ્ટેટ માર્શલ આર્ટ ચેમ્પિયનશીપ યોજયી હતી જેમાં અલગ અલગ જીલ્લાના ૩૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં એકલવ્ય ફોઉન્ડેશનના પ્રેસિડેન્ટ હાર્દિક બ્રહ્મભટ્ટ  પાસે સાબરકાંઠા અને અરવલ્લી ની અલગ અલગ શાળાના કરાટે ની ટ્રેનિંગ લેતા બાળકોએ ભાગ લીધો હતો જેમાં થી અલગ અલગ ફાઈટની કેટેગરી માં ૧૭ બાળકો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળવ્યા હતા તો કરાટે કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ ને આઉટ સ્ટન્ડિંગ કોચ નો એવૉર્ડ અને સિર્ફફિકેટ આપવામાં આવ્યાં હતાં તો નાના મોટા બાળકોને આવી હરીફાઈ માં મોકલી ટીવી અને મોબાઇલ થી દુર રહે એવું એવું શ્રેષ્ઠ ઉદાહરણ વાલીઓએ પૂરું પાડ્યું હતું તો શાળા પરીવાર દ્વારા પણ બાળકો અને કોચ હાર્દિક બ્રહ્મભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા તો સમગ્ર કોમ્પિટિશનનું આયોજન માર્શલ આર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ગજાનંદ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!