fbpx

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની પીએમ મોદી સાથે મુલાકાત

Spread the love

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની પીએમ મોદી સાથે મુલાકાત
– એક વર્ષના વિકાસકાર્યો અને સંગઠનાત્મક કાર્યોની બુક સુપ્રત કરી
                 


સાબરકાંઠા અને અરવલ્લી લોકસભા ક્ષેત્રના સાંસદ શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે તેમણે વડાપ્રધાનને પોતાના ક્ષેત્રના એક વર્ષના વિકાસકાર્યો અને સંગઠનાત્મક કાર્યોની વિગતો ધરાવતું પુસ્તક સુપ્રત કર્યું હતું વડાપ્રધાને સાંસદના વિવિધ કાર્યોની નોંધ લીધી હતી આમાં પ્રથમ નિઃશુલ્ક સાંસદ સમૂહ લગ્નોત્સવનો સમાવેશ થાય છે જન્મથી શ્રવણશક્તિ ન ધરાવતા બાળકોને હિયરિંગ એઇડનું વિતરણ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા સંગઠનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સદસ્યતા અભિયાન અંતર્ગત ૧૦,૦૦૦ થી વધુ સભ્યોની નોંધણી કરવામાં આવી હતી શોભનાબેન બારૈયાએ દિલ્હી ખાતે વડાપ્રધાન પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું તથા તેમણે રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સતીષજીને પણ મુલાકાત દરમિયાન આ પુસ્તક આપ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!