fbpx

‘હિન્દુઓ પાછા જાવ..’, કેલિફોર્નિયાના BAPS મંદિરમાં લખવામાં આવ્યા નફરતી મેસેજ

Spread the love

કેલિફોર્નિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે હિન્દુ વિરોધી મેસેજ લખવામાં આવ્યા. અમેરિકામાં 8 દિવસોની અંદર આ બીજી એવી ઘટના છે. BAPS પબ્લિક અફેરે કહ્યું હતું કે, સેક્રામેન્ટોમાં તેમના મંદિરોને ‘હિન્દુઓ પાછા જાવ’ મેસેજ લખીને અપવિત્ર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં BAPSએ કહ્યું કે, અમે શાંતિ માટે પ્રાર્થના કરતા નફરત વિરુદ્ધ એકજૂથ છીએ. સેક્રામેન્ટો પોલીસ કહ્યું કે, તેઓ માથેરમાં BAPS હિન્દુ મંદિરમાં ‘હેટ ક્રાઇમ’ની તપાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આરોપીઓએ પાણીની લાઈનો પણ કાપી દીધી હતી. મામલાના બાદ હિન્દુ સમુદાયના લીડર સેક્રામેન્ટો સ્થિત મંદિરમાં પ્રાર્થયાના સમારોહ માટે એકત્ર થયા અને ‘શાંતિ અને એકતા’નું આહ્વાન કર્યું હતું. આ અગાઉ 16 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર બહાર રોડ અને સાઇનેજ પર અપશબ્દ લખવામાં આવ્યા હતા. મેલવિલે સફોક કાઉન્ટીમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમથી લગભગ 28 કિમી દૂર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટા સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય-અમેરિકન કોંગ્રેસી અમી બેરાએ હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સેક્રામેન્ટોમાં ધાર્મિક કટ્ટરતા અને ધૃણા માટે કોઈ જગ્યા નથી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘હું આપણા સમુદાયમાં થયેલી આ બર્બરતાની સખત નિંદા કરું છું. આપણે બધાએત અસાહિષ્ણુતા વિરુદ્ધ ઊભું થવું જોઈએ અને એ નક્કી કરવું જોઈએ કે આપણા સમુદાયમાં દરેક, પછી તે કોઈ પણ ધર્મનું હોય, સુરક્ષિત અને સન્માનિત અનુભવે.’

એક અન્ય ભારતીય અમેરિકન કોંગ્રેસી રૉ ખન્નાએ આ ઘટના પર કહ્યું કે, ‘હિન્દુ અમેરિકનો વિરુદ્ધ આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાનક અને નૈતિક રૂપે ખોટી છે. તેમણે કહ્યું કે ન્યાય વિભાગે આ ધૃણિત ગુનાઓની તપાસ કરવી જોઇએ અને જવાબદાર લોકોને કાયદા હેઠળ પૂરી રીતે જવાબદાર ઠેરવવા જોઈએ.  

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!