fbpx

‘..નહીં તો દુકાન બંધ કરાવી દઇશ’, જાણો કેમ ગુસ્સે થયા કલેક્ટર ટીના ડાબી?

Spread the love

બાડમેરના જિલ્લા કલેક્ટર ટીના ડાબી એક્શન મોડમાં છે. તો બુધવારે સવારે પોતાની ટીમ સાથે રસ્તા પર નીકળ્યા હતા અને સાફ-સફાઇની જાણકારી મેળવી હતી. એક-એક દુકાને જઇને સફાઇ માટે જાગૃત કર્યા. ખેડૂત માર્કેટની દુકાન બહાર ફેલાયેલા કચરાને જોઇને જિલ્લા કલેક્ટર ગુસ્સે થઇ ગયા હતા. તેમણે દુકાનદારને કહ્યું હતું કે, હવેથી કચરો દુકાન આગળ ન ફેકતો, નહીં તો દુકાન બંધ કરાવી દઇશ, હું ફરીથી જોવા આવીશ. દરેક દુકાન આગળ કચરાપેટી હોવી જોઇએ. પોતાની દુકાન આગળ સફાઇ કરવામાં શરમ ન હોવી જોઇએ. જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ રેલવે સ્ટેશન સ્થિત અહિંસા સર્કલથી વિવેકાનંદ ચોક સુધી નિરીક્ષણ કર્યું હતું.

તેમણે દુકાનદારોને સખત નિર્દેશ આપ્યો હતો કે કોઇ પણ કચરો ખુલ્લામાં નહીં ફેંકે. દુકાનો બહાર કચરાપેટી રાખો અને કચરો તેમાં જ નાખો. આ અભિયાન હેઠળ આગામી 2 ઓક્ટોબર સુધીમાં શહેરને સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં સામાન્ય જનતાએ શહેરના રસ્તાને કચરા અને ગંદકી મુક્ત બનાવવાના છે.  એક વીડિયોમાં તેઓ દુકાનદારને આડેહાથ લેતા નજરે પડી રહ્યા છે. તેઓ કહે છે કચરો ગટરમાં કેમ ફેંકી રહ્યા છો? કચરો ફેલાવવામાં આ વ્યક્તિ નંબર વન છે. કાલથી કચરાપેટી નહીં હોય તો દુકાન બંધ થઇ જશે.

ટીના ડાબી વધુમાં કહે છે કે કચરા માટે કચરાપેટી હોવી જોઇએ, પોલિથિન નહીં. આજે અમે તમને વોર્નિંગ આપવા આવ્યા છીએ, કાલે જો ગંદકી મળી તો 500 રૂપિયા દંડ થશે. વાસ્તવમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબી દ્વારા  બાડમેરમાં ‘નવો બાડમેર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ હેઠળ પોતાની આખી પ્રશાસનિક ટીમને અલગ-આગ વિસ્તારમાં રસ્તાઓ પર ઉતારી હતી. સાથે જ અધિકારીઓને દરેક વિસ્તારમાં સફાઇ વ્યવસ્થાને લઇને કડકાઇ દાખવવાના નિર્દેશ આપ્યા.

IAS ટીના ડાબીએ બાડમેર જિલ્લા કલેક્ટરનો પદભાર ગ્રહણ કર્યા બાદ જ બાડમેરની તસવીર બદલવાનો નવતર પ્રયોગ શરૂ કરી દીધો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીના ડાબી ટ્રેન્ડ કરી રહ્યા છે. નવો બાડમેર અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટર ટીના ડાબી તરફથી કરવામાં આવી રહેલા સ્વચ્છતાના કાર્યો બદલ સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!