fbpx

પ્રાંતિજ ખાતે બની રહેલ ૧૪ કરોડ ના રોડ ને લઈ ને લોકોને હાલાકીઓ

Spread the love

પ્રાંતિજ ખાતે બની રહેલ ૧૪ કરોડ ના રોડ ને લઈ ને લોકોને હાલાકીઓ

  • રોડ કામને લઈ ને ધુળની ડમરીઓ ઉડે છે
  • રોડ કામને લઈ ને સ્ટ્રીટ લાઈટો પણ છેલ્લા દશ દિવસ થી બંધ
  • અલગ-અલગ જગ્યાએ ખોદકામ કરતા નગરજનો વાહન ચાલકો મા નારાજગી
  • જુના રોડ કરતા એક ફૂટ ઉચ્ચો રોડ જતા દુકાન માલિકો તથા રહીશો મા નારાજગી
  • રોડ નુ કામ ચાલુ હોય છતાંય કોન્ટ્રાક્ટર દ્રારા કામ ચાલુ નુ એક પણ બોર્ડ મુકવામા આવ્યુ નથી
  • પાણીનો છંટાવ પણ થતો હોવાની રાહ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે તૈયાર થનાર આરસેસી રોડ નુ મનથર ગતીએ કામ તથા રોડ કોન્ટ્રાક્ટર દ્રારા મનફાવે તેમ ખોદકામ કરતા વાહન ચાલકો રહીશો નગરજનોને હાલાકીઓ પડી રહી છે તો અધિકારીઓ સબસલામત હોવાના દાવા કરી કોન્ટ્રાક્ટર ને છાવરતા હોવાની બુમરાહ ઉઠવા પામી છે

પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ રોડ ને લઈ ને હાલતો નગરજનો તથા રોજીદુ અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો તોબા-તોબા પોકારી ઉઠયા છે તો રોડ કોન્ટ્રાક્ટર દ્રારા જે ખરાબ રોડ હતો તેને પડતો મુકીને જે સારો રોડ હતો તેમા ખોદકામ કરતા ઉપરથી વાહન ચાલકો તથા નગરજનો ની પરેશાની મા વધારો કર્યો છે અને કોન્ટ્રાક્ટર દ્રારા સંલગ ખોદકામ ને બદલે અલગ-અલગ છુટુ છવાયુ ખોદકામ કરતા હાલતો ચારે કોર રોડ ને લઈ ને વાહન ચાલકો , નગરજનો , રહીશો પરેશાન થઈ રહ્યા છે તો બાજુબાજુ લગ્ન ની મોસમ ફુલ બહાર હોય જેને લઈ ને લોકો મા રોહ જોવા મલી રહ્યો છે તો બીજીતરફ રોડ ના ખોદકામ ને લઈ એપ્રોચરોડ ઉપર સોસાયટીઓ તથા દુકાનોમા આખો દિવસ ધુળ-ધુળ થઈ જાય છે અને રાત્ર-દિવસ ધુળની ડમરીઓ ઉડે છે જેને લઈ ને શરદી-ઉધરસ ના કેસો મા પણ વધારો જોવા મળી રહ્યો છે

તો કોન્ટ્રાક્ટર દ્રારા રોડ ઉપર ટેન્કર દ્રારા પાણી નો છંટાવ પણ કરવામા આવતો નથી તો તૈયાર થયેલ કામ ઉપર પણ માત્ર દેખાવ પુરતુ પાણી નો છંટાવ કોન્ટ્રાક્ટર દ્રારા કરવામા આવે છે તો બીજીતરફ રાત્રીના સેફ્ટી પટ્ટા કે પટીઓ મારવામા આવતી નથી તો કામ ચાલુ નુ એક પણ બોર્ડ પણ સ્થળ ઉપર જોવા મલતુ નથી અને જયા કામ ચાલુ છે તેવી જગ્યાઓ ઉપર મુકવામા આવ્યા નથી માત્ર કોન્ટ્રાક્ટર દ્રારા ડાયવર્ઝન બોડ મુકી સેફ્ટી પટ્ટી રોલ મા પણ ચિગુસાઇ કરવામા આવી રહી છે તો બીજી બાજુ રોડ કામને લઈ ને છેલ્લા ૧૫ દિવસ થી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રી ના અકસ્માતો મા પણ વધારો થયો છે તો રાત્રીના એક્ટિવા ઉપર ધરે જઇ રહેલ યુવાન ને અકસ્માત નડયો હતો અને તેને શરીરે જીવલેણ ઈજાઓ પોહચતા તેને સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો તો હાલના રોડ કરતા એક ફુટ રોડ ઉચો જતા દુકાન માલિકો તથા સોસાયટીઓ રહીશો મા બની રહેલ રોડ ને લઈ ને રોષ જોવા મલી રહ્યો છે તો સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ રોડ નુ કામ હજુ ઓગસ્ટ ૨૦૨૬ મા પુરૂ થશે તેવુ જાણવા મલી રહ્યુ છે ત્યારે રોડને કામચાલુ થયે ને ત્રણ મહિના થયા અને હજુએ આઠ મહિના નગરજનોને સહન કરવુ પડશે તેમ કહીએ તો નવાઇ નહી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!