fbpx

શું તમે નકલી પેરાસીટામોલ, ભેળસેળવાળી વિટામિનની ગોળી તો નથી લઈ રહ્યા ને?

Spread the love

દેશમાં 53 દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલના ટેસ્ટમાં ફેલ થઈ છે. તેમાં પેરાસીટામોલનો પણ સમાવેશ થાય છે. જેનો ઉપયોગ તમે દુખાવા અને તાવ માટે કરો છો. CDSCOએ તેની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ લિસ્ટમાં 53 દવાઓના નામ સામેલ કર્યા છે. આ સૂચિમાં વિટામિન C અને D3 ગોળીઓ શેલ્કલ 500, વિટામિન B કોમ્પ્લેક્સ, વિટામિન C સોફ્ટજેલ, એન્ટાસિડ Pan-D, પેરાસિટામોલ 500 Mg, ડાયાબિટીસની દવા ગ્લિમેપીરાઇડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલ્મીસૈરટનનો સમાવેશ થાય છે.

પેટના ઈન્ફેક્શનની સારવાર માટેની દવા મેટ્રોનિડેઇજોલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. CDSCOએ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓની 2 યાદી બહાર પાડી છે. પ્રથમ યાદીમાં 48 દવાઓ છે. જ્યારે બીજી યાદીમાં 5 દવાઓ છે. બીજી યાદીમાં જે 5 દવાઓના નામ છે તેમાં તેને બનાવતી કંપનીઓના જવાબો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. કંપનીઓએ તેમના જવાબમાં કહ્યું છે કે, ઉત્પાદનની બેચ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી નથી અને આ દવાઓ નકલી છે.

1-એન્ટિબાયોટિક્સ, 2-સુગર, 3-બ્લડ પ્રેશર, 4-વિટામિન દવાઓ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, માત્ર એક મહિના પહેલા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થાએ ઘણી દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે વખતે કહેવામાં આવ્યું કે, આ દવાઓમાં ક્ષારનું મિશ્રણ તમારા શરીર પર ખરાબ અસર કરી શકે છે.

53 દવાઓનો ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર 48 દવાઓની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાંથી 5 કંપનીઓની દવાઓ નકલી હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના જવાબ આપ્યા પછી આ યાદી બહાર પાડવામાં આવી હતી.

પ્રિય વાચકો, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. હાલ તમને એક અપીલ છે કે, જો તમારી પાસે પણ ઘરે આવી દવાઓ હોય તો ગભરાશો નહીં. તે દવાઓ વિશે તમારા ડૉક્ટર સાથે શાંતિથી વાત કરો. તમારે ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે, આવી દવાઓ દરેક ઘરમાં ઉપલબ્ધ હોય જ છે અથવા આ દવાઓ લોકોને સૂચવવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાવચેત રહો અને તમારા ડૉક્ટર સાથે વાત કરો. તેમને પૂછ્યા વગર મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ દવા જાતે ખરીદશો નહીં. તમારા ફેમિલી ડૉક્ટર અથવા અન્ય ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા યોગ્ય માત્રામાં જ લો. પ્રથમ ડોઝ દરમિયાન, ધ્યાનમાં રાખો કે તમે દવાની કોઈપણ આડઅસર તો અનુભવી રહ્યા નથી ને. આવી કેટલીક સાવચેતી રાખીને તમે તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!