fbpx

પ્રાંતિજ અવરઓન સ્કુલ ખાતે પોકસો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ અવરઓન સ્કુલ ખાતે પોકસો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
– મહિલા સામાજિક ન્યાય મંચ હિંમતનગર દ્રારા કાર્યક્રમ યોજાયો
– શાળામા અભ્યાસ કરતી વિધાર્થીઓને પોકસો અંગે માહિતી ગાર કરવામા આવી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરઓન સ્કુલ ખાતે પોકસો કાયદા અંગેનો એક માર્ગ દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમા મહિલા સામાજિક ન્યાય મંચ ની બહેનો તથા FFWC દ્રારા શાળાની વિધાર્થીઓને કાયદા વિશે સમજ સાથે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ


   
પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે મહિલા સામાજિક ન્યાય મંચ હિંમતનગર તથા FFWC ની બહેનો દ્રારા શાળામા અભ્યાસ કરતી વિધાર્થીઓને પોકસો કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ જેમા જાતીય ગુના જેવાકે છેડતી કરવી , બાળકો સાથે શારીરિક અડપલાં કરવા , બાળકો પર બળાત્કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો ૨૦૧૨ બાળકો ને જાતીય હુમલા , જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે ૧૯|૬|૨૦૧૨ થી અમલમા આવ્યો છે અને અધિનિયમ હેઠળ ૦ થી ૧૮  વર્ષ ના બાળકો કોઇ પણ પ્રકાર ના જાતિય ગુનાનો ભોગ બેન ત્યારે આ અધિનિયમ હેઠળ આવતી કમલો લગાડવી ફરજીયાત બને છે આ કાયદાને પોકસો એકટ તરીકે ટુંકા નામથી ઓળખવામા આવે છે જે અંગે ઉપસ્થિત મહિલા સામાજિક ન્યાય મંચ ની મહિલાઓ તથા FFWC બહેનો દ્રારા બાળકો સાથે છેડતી ,બાળકો સાથે શારિરીક અડપલાં થતા હોય અને બાળકો ઉપર બળાત્કાર કે દુષ્કર્મ આચરવામા આવતુ હોય તેવા કિસ્સાઓમા બાળકોમા વાલીઓ તેમજ સમાજ ના આગેવાનો આવી બાબતોને ગંભીર નોંધ લઇ પોલીસ સ્ટેશને જઇ પોકસો એકટ અંતર્ગત ગુનો નોંધાવે છે તે વિષે વિસ્તૃત જાણકારી આપી હતી તો આ પ્રસંગે મહિલા સામાજિક મંચ ના બિસ્મીલ્લા બેન દિવાન , યાસ્મીના બાનુ એમ.કુરેશી , મેમણ સલમાબેન , FFWC   ની મહિલા મેમણ રેશ્મા બેન , FFWC મહિલા  પદમાબેન રાવલ , FFWC મહિલા આલિયા મેમણ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પોકસો અંગે વિસ્તૃત માહિતી આપી હતી તો પ્રસંગે રિધ્ધીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન પવન બેન પટેલ દ્રારા કરવામા આવી હતી તો શાળા ના આચાર્ય પી.કે.પટેલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!