fbpx

PM મોદીએ જો બાઇડન અને ફર્સ્ટ લેડીને એવી ભેટ આપી કે જોઇને દંગ રહી ગયા

Spread the love

PM મોદી અત્યારે 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડનને અણમોલ ભેટ આપી છે.ગયા વર્ષે PM મોદીએ સુરતમાં બનેલો 7.5 કેરેટનો લેબગ્રોન ગ્રીન ડાયમંડ ફર્સ્ટ લેડીને ભેટમાં આપ્યો હતો. આ વખતે જો બાઇડનને ચાંદીની ટ્રેન અને જીલ બાઇડનને કાશ્મીરની પ્રસિદ્ધ પશ્મીના શાલ ભેટમાં આપી છે.

ચાંદીની ટ્રેન મહારાષ્ટ્રના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં 92.5 ટકા ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઐ એક વિન્ટેજ મોડલ ટ્રેન છે. જેની પર દિલ્હી- ડેલવર અને એન્જિન પાસે ઇન્ડિયન રેલવે લખવામાં આવ્યું છે.

કાશ્મીરની પશ્મીના શાલ દુનિયાભરમાંત ગરમી, નરમાઇ અને ખુબસુરતી માટે ફેમસ છે. આ સાલ પહાડી બકરીના ઉનમાંથી તૈયાર કરવામાં આવે છે. ચ્યાંગરા બકરી જે હિમાલયના પહાડોમાં 12000 ફીટની ઉંચાઇએ અને માઇનસ 40 ડિગ્રીમાં ફરતી જોવા મળે છે. પશ્મીના સાલ ઘણી મોંઘી હોય છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!