

JEE એડવાન્સ્ડ પાસ કર્યા બાદ, વિદ્યાર્થીઓનું સપનું હોય છે, કોઈ IITમાં એડમિશન લેવાનું, પરંતુ દિલ્હીના JEE એડવાન્સ્ડ ટોપર ઉજ્જવલ કેસરી કોઈ IITમાં નહીં, પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)માં અભ્યાસ કરવા માગે છે. JEE એડવાન્સ્ડ પરીક્ષાના ટોપર્સની લિસ્ટમાં રહેલા ઉજ્જવલે રેન્ક AIR 5 પર કબજો કર્યો છે. ઉજ્જવલના પિતાની કન્સલ્ટન્સી સર્વિસ છે અને તેની માતા ગૃહિણી છે, તેની મોટી બહેન રિસર્ચ કરી રહી છે. ઉજ્જવલ કહે છે કે, હું રિસર્ચ ફિલ્ડમાં આગળ વધવા માગુ છું, એટલે હું કોઈ પણ IITમાં જવા માગતો નથી, પરંતુ IISc બેંગ્લોરમાં રિસર્ચનો અભ્યાસ કરવા માગુ છું. ફિઝિક્સ મારો પ્રિય વિષય છે અને હું આ વિષયમાં આગળ વધવા માગુ છું, રિસર્ચ કરવા માગુ છું. ચાલો જાણીએ ઉજ્જવલની સક્સેસ સ્ટોરી.
લાજપત નગરમાં રહેતા ઉજ્જવલ માટે 2 જૂન 2025, એક યાદગાર દિવસ બની ગયો. તેણે JEE એડવાન્સ્ડ પરિણામમાં 324/360ના સ્કોર સાથે કોમન રેન્ક લિસ્ટમાં 5મું પોઝિશન હાંસલ કર્યું. ટોપ-2 રેન્કમાં, કોટાનો રજિત ગુપ્તા અને હિસારનો સક્ષમ જિંદલ બરાબર 335 સ્કોર પર છે.

ઉજ્જવલ કહે છે પેપર ખૂબ સારું હતું, પરંતુ મેં 5માં રેન્કનું વિચાર્યું નહોતું. હા એ ખબર ખબર હતી કે રેન્ક સારો રહેશે. મેં JEE મેઈન્સમાં માત્ર જાન્યુઆરી સેશનની પરીક્ષા આપી હતી અને મારો ઓલ ઈન્ડિયા રેન્ક 33 હતો. છેલ્લા 3 વર્ષથી JEE એડવાન્સ્ડની તૈયારી કરી રહેલો ઉજ્જવલ કહે છે કે, મારો આ એન્ટ્રેન્સમાં ધોરણ 10થી રસ હતો, પરંતુ ફોકસ ધોરણ 11 અને 12માં વધ્યું. આ દરમિયાન હું શાળાએ ઓછો જતો હતો. 2-3 દિવસ પ્રેક્ટિકલ માટે જતો રહેતો હતો, જેથી હાજરી ઓછી ન થાય. સાથે જ 3 વર્ષ કોચિંગ પણ લીધું, તેના ક્લાસ અઠવાડિયામાં 3 દિવસ રહેતા હતા, બાકીના દિવસોમાં મારી પાસે પોતાનો સમય રહેતો હતો, જેથી હું પોતે અભ્યાસ કરી શકું. હું દરરોજ 10-12 કલાક અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ આ પ્રેશર નહોતું, પરંતુ મેં તેને એન્જોય કર્યો.
બોર્ડ એક્ઝામ અને JEEની તૈયારી વચ્ચે સંતુલન બનાવાને ઉજ્જવલ પડકાર જરૂર માને છે, પરંતુ તેનું કહેવું છે કે તે મુશ્કેલ નથી. જો તમે નિયમિતપણે અભ્યાસ કરી રહ્યા છો, દરેક કોન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તે મુશ્કેલ નથી. ધોરણ 10માં મેં મારી શાળાના અભ્યાસ પર પૂરું ધ્યાન આપ્યું અને રોજ શાળાએ ગયો. ત્યારબાદ, ધીરે-ધીરે સમય JEE તરફ વધાર્યો. મને લાગે છે કે વિદ્યાર્થીઓએ સ્કૂલ જરૂર જવું જોઈએ, ઓછામાં ઓછી હાજરીને ધ્યાનમાં રાખતા શાળાના દિવસ થોડા ઓછા કરી શકાય છે, કારણ કે શાળાનો અભ્યાસ JEE માટે પૂરતો નથી. સાથે જ, એક સારો માહોલ જરૂરી છે, પછી ભલે તે શાળા હોય કે કોચિંગ, તમારા સાથી, સીનિયર્સ સાથે ટોપિક્સ પર ચર્ચા કરો.
અભ્યાસ વચ્ચે મન શાંત અને ફ્રેશ રાખવા માટે ઉજ્જવલ મેડિટેશન કરે છે. તે કહે છે અભ્યાસને તમે ગમે તેટલો એન્જોય કરો, પરંતુ આ એન્ટ્રેન્સ મોટું કોમ્પિટિશન છે. તો, આ પ્રેશર હાવી ન થાય તેના માટે 2 વર્ષથી મારો નિયમ છે, દરરોજ 10-15 મિનિટ મેડિટેશન. તેનાથી મન ઠંડુ રહે છે. લોકો પાસેથી તેની બાબતે મે સાંભળ્યું હતું, ટ્રાઈ કર્યું અને અસરકારક પણ લાગ્યું. બીજું હું મારા પરિવાર સાથે મારા વિચારો શેર કરું છું. મેં શું શીખ્યું, આજે શું ખોટું થયું, શું ખાસ થયું અથવા હું શું સમજી શકતો નથી. તેનાથી ઈમોશનલ સપોર્ટ મળે છે, જે ખૂબ જ જરૂરી છે.
JEE એડવાન્સ્ડના પરિણામો બાદ, જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA)ની કાઉન્સેલિંગ પ્રક્રિયા દ્વારા 129 ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને સીટો અલોટ થશે. તેમાં 23 IIT, 31 NIT, IIEST શિબપુર, 26 IIIT અને 47 ગવર્મેન્ટ ફન્ડેડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (GFTI) સામેલ છે.