fbpx

બાળવિજ્ઞાન પ્રદર્શનમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના વિવિધ પ્રોજેક્ટ

Spread the love

જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન, ભરુચ પ્રેરિત સી.આર.સી. બોરભાઠા, જૂના દિવા ક્લસ્ટરના બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન તારીખ 19/09/2024 ને ગુરુવારના રોજ પ્રા.શા. મદ્રેસા, જૂના દિવા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળવિજ્ઞાનીઓએ અલગ અલગ પાંચ વિભાગમાં ભાગ લઇ પોતાના સંશોધન અંગેના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

જેમાં વિભાગ-૨ (પરિવહન અને પ્રત્યાયન)માં “Wireless Communication” કૃતિએ પ્રથમ ક્રમાંક, વિભાગ-૩ (કુદરતી ખેતી)માં “જમીન વિનાની ખેતી” કૃતિએ પ્રથમ ક્રમાંક, વિભાગ-૪ (ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક ચિંતન)માં “Fibonacci Sequence in Nature” કૃતિએ પ્રથમ ક્રમાંક અને વિભાગ-૫(બ) (કચરાનું વ્યવસ્થાપન)માં ”વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત” કૃતિએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

બાળવિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા થનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને નવીનતા પ્રત્યેની જીજ્ઞાસાવૃતિ કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!