fbpx

યુવાનોને નોકરીના ફાંફા છે અને ગુજરાત સરકારે નિવૃત લોકોને ફરી નોકરી આપી દીધી

Spread the love

એક તરફ શિક્ષિત યુવાનો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. સરકાર નિયમીત ભરતી કરતી નથી. સરકાર ભ્રષ્ટાચાર નાબુદીના નામે સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરીને વાહ વાહી લૂંટી રહી છે તો બીજી તરફ સરકારના મળતિયા અધિકારી-કર્મચારીઓને નિવૃતિ પછી પાછા નોકરીમાં લેવામાં આવી રહ્યા છે. તે પણ એક બે નહીં. 568 લોકોને પાછા નોકરી પર રખાયા છે.સરકારે પોતે જ આ  માહિતી આપી છે.

સરકારે વર્ષ 2022 અને 2023માં 31 IAS, 13 નોન IAS, 25 અધિક સચિવ, 25 ઉપસચિવ, 31 સિનિયર કલાર્ક, 20 નાયબ કાર્યપાલક ઇજનેર, 30 નાયબ સેક્શન અધિકારી અને 24 મદદનીશ અધિકારીઓને તેમની નિવૃતિ પછી પાછા નોકરીમાં પરત લીધા છે. જો કે સરકારની દલીલ છે કે આ બધાને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!