fbpx

પ્રાંતિજમાં જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા કામધેનુ ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવાનો સેવાયજ્ઞ

Spread the love

પ્રાંતિજમાં જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા કામધેનુ ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવાનો સેવાયજ્ઞ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ દ્રારા “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને સાર્થક કરતાં જાયન્ટ્સ ગ્રૂપ પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ-લીમલા રોડ પર આવેલી કામધેનુ ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવાનો સેવાયજ્ઞ યોજાયો હતો


જાયન્ટ્સ ગ્રૂપના હોદ્દેદારો અને સભ્યોએ ગૌમાતાની સેવા કરીને જીવદયાનો સંદેશ આપ્યો હતો હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે શ્રદ્ધા અને સેવાભાવ સાથે ગાયોને પોતાના હાથે ગોળ અર્પણ કરી સૌએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ સેવાકીય કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રૂપ પ્રાંતિજના સ્પેશિયલ કમિટી મેમ્બર વ્રજેશ ભાઈ ભાવસાર , મંત્રી હાર્દિક બ્રહ્મભટ્ટ , સુરેશ રાવલ , રાજેશ ટેકવાની , જીગ્નેશ દેસાઈ , અનુજ સોની સહિત અન્ય સભ્યો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા ગ્રૂપના સભ્યોએ જણાવ્યું હતું કે સમાજસેવા અને જીવદયાના આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ સતત યોજવામાં આવશે જેથી સમાજમાં સેવા , કરુણા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને. આ કાર્યક્રમથી ગૌશાળાના સંચાલક મહંત સુનીલદાસ મહારાજ એ પણ જાયન્ટ્સ ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!