fbpx

પ્રાંતિજ ફાયર ઇન્ચાર્જ મુકેશભાઈ પરમારનું વિશેષ સન્માન

Spread the love

પ્રાંતિજ ફાયર ઇન્ચાર્જ મુકેશભાઈ પરમારનું વિશેષ સન્માન
૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે પ્રાંતિજ ફાયર ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા-આમોદરા ખાતે આવેલ શ્રી સંસ્કાર વિદ્યાલયના પ્રાંગણમાં તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓ તથા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું


પ્રાંતિજ નગરપાલિકાની ફાયર ટીમના ઇન્ચાર્જ ફાયર ઈન્સ્પેક્ટર મુકેશભાઈ સોમાભાઈ પરમારનું તેમની સરાહનીય અને સેવાભાવી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પ્રાંતિજ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા વર્ષ ૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન આગ, અકસ્માત, રેસ્ક્યુ, બચાવ કામગીરી તેમજ પશુ-પક્ષીઓના બચાવ સહિતની વિવિધ ઇમરજન્સી સેવાઓમાં સતત તત્પરતા દાખવવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન ફાયર ટીમને કુલ ૬૬ ઇમરજન્સી કોલ મળ્યા હતા. ટીમ દ્વારા આગની ઘટનાઓ ઉપરાંત કૂવા, નદી સહિતના જોખમી સ્થળોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવવા માટે પણ કામગીરી કરવામાં આવી હતી ફાયર ટીમની કામગીરી દરમિયાન કૂવા, નદી સહિતના વિવિધ સ્થળોએ મુશ્કેલીમાં મુકાયેલા ૬ લોકોને જીવતા બચાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવવા માટે પણ ટીમ દ્વારા અનેક વખત તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.

ટીમ દ્વારા ફાયર કોલ, રેસ્ક્યુ, બચાવ, પશુ-પક્ષી બચાવ, ડેમો તેમજ વિવિધ કાર્યક્રમો દરમિયાન બંધોબસ્ત સહિતની કામગીરી સતત કરવામાં આવી હતી ફાયર ટીમની નોંધ મુજબ આ સમયગાળા દરમિયાન કુલ ૩૩ ફાયર કોલ, ૧૩ રેસ્ક્યુ/ડેમો કોલ, ૫ બચાવ કોલ, ૧૩ પશુ-પક્ષી સંબંધિત કોલ, ૧૪ ડેમો તેમજ ૧૮ બંધોબસ્તની કામગીરી કરવામાં આવી હતી ઇમરજન્સી સમયે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી લોકોને મદદરૂપ થવાની ટીમની કામગીરીને લઈને નગરજનોમાં પણ પ્રશંસા જોવા મળી રહી છે આ ઉપરાંત તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ હિંમતનગર નજીક આવેલી એક કંપનીમાં આગ લાગવાની ઘટના દરમિયાન પણ પ્રાંતિજ ફાયર ટીમે આગ બુઝાવવાની કામગીરી સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગની કામગીરી દરમિયાન ઓફિસમાંથી આશરે રૂ. ૨.૪૦ લાખ રોકડા અને એક લેપટોપ મળી આવ્યા હતા. ફાયર ટીમ દ્વારા આ વસ્તુઓ સુરક્ષિત રીતે કંપનીના સ્ટાફની હાજરીમાં પરત કરવામાં આવી હતી પ્રાંતિજ ફાયર ટીમની આવી તત્પરતા, જવાબદારી, સેવાભાવ અને ઈમાનદારીભરી કામગીરીને ધ્યાનમાં રાખીને તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં પ્રાંતિજ ફાયર ટીમના ઇન્ચાર્જ ફાયર ઈન્સ્પેક્ટર મુકેશભાઈ સોમાભાઈ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ દેસાઈ દ્વારા મંચ ઉપર તેમનું સન્માન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાંતિજ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી આગની ઘટનાઓમાં સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવવા ઉપરાંત અકસ્માતોમાં ફસાયેલા લોકો, કૂવા-નદીમાં પડેલા લોકો તેમજ અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવવા માટે ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી સ્વાતંત્ર્ય દિનના પાવન પ્રસંગે પ્રાંતિજ ફાયર ઇન્ચાર્જ મુકેશભાઈ પરમારનું થયેલું આ સન્માન ફાયર ટીમના તમામ કર્મચારીઓ માટે પણ ગૌરવની બાબત બની રહ્યું હતું ઇમરજન્સીની દરેક પરિસ્થિતિમાં લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહેતી પ્રાંતિજ નગરપાલિકાની ફાયર ટીમની કામગીરીને આ સન્માનથી વધુ પ્રોત્સાહન મળ્યું છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!