fbpx

પ્રાંતિજમાં પેટ્રોલ છાંટી આગ ચાંપતા ઇસમ ગંભીર રીતે દાઝ્યો

Spread the love

પ્રાંતિજમાં પેટ્રોલ છાંટી આગ ચાંપતા ઇસમ ગંભીર રીતે દાઝ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ચકચારી ઘટના


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલા પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નજીક એક ઇસમે પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો


મળતી માહિતી મુજબ, અંદાજે ૫૦ વર્ષથી વધુ ઉંમરનો ઇસમ પોતાના સાથે પેટ્રોલની બોટલ લઈને પ્રાંતિજ દૂધ ડેરી આગળ આવ્યો હતો ત્યારબાદ તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી  અચાનક આગની જ્વાળાઓમાં લપેટાયેલા ઇસમને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જાણ થતાં ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે દાઝેલા ઇસમને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર દરમિયાન ઇસમ શરીરે ૭૦ ટકાથી વધુ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું હતું તેની હાલત ગંભીર હોવાથી પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દરમિયાન તબીબો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ઇસમે કયા કારણોસર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!