
પ્રાંતિજના કરોલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત
– ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈથી કરોલ તરફ જતા માર્ગ પર કરોલ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કરોલ ગામના ૨૬ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું



મળતી માહિતી મુજબ કરોલ ગામનો જયહિંદસિંહ પૃથ્વીસિંહ મકવાણા ઉં.વ. ૨૬ રાત્રિના સમયે ઘરેથી કંપનીમાં નોકરી પર જવા માટે બાઇક લઈને નીકળ્યો હતો તે દરમિયાન કરોલ ગામ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે તેની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતોઅકસ્મતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનની શોધખોળ સહિતની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે