પ્રાંતિજના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં સરકારના ત્રણ દિવસીય પોલિયો રસીકરણ અભિયાનનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે ૧૩ પોલિયો બુથ પર ૦ થી ૫ વર્ષના કુલ ૨,૧૭૯ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે




અભિયાનના બાકીના બે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો હાઉસ-ટુ-હાઉસ મુલાકાત લઈને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી કરશે આ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો, તેડાઘર કર્મચારીઓ તેમજ સ્વયંસેવકો જોડાયા છે અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચાડીને તેને પોલિયો જેવી ગંભીર બીમારી સામે સુરક્ષા પૂરી પાડવાનો છે સમગ્ર કાર્યક્રમનું જિલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા આરોગ્ય વિભાગ તેમજ ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સઘન સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજ કટારાએ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પોલિયો રસીકરણ અભિયાન સુચારૂ અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે તેમણે વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ પણ કરી છે