fbpx

પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો રાઉન્ડનો પ્રારંભ

Spread the love

પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો રાઉન્ડનો પ્રારંભ

  • ૩૧૬૫ બાળકોને પીવડાવવામાં આવશે પોલિયોના ટીપાં

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પોલિયો રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું


આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટર, અર્બન હેલ્થ ઓફિસર ડૉ. નિમેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત હિંમતનગરથી ડૉ. ચાંદનીબેન, અર્બન એસ.આઈ. વિપુલભાઈ પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ. રામસિંહ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પોલિયો રાઉન્ડ અંતર્ગત આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રાંતિજ શહેરના પાંચ વર્ષ સુધીના કુલ ૩૧૬૫ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયો સામે સુરક્ષિત કરવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકપણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે અને પોલિયોમુક્ત સમાજના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!