પ્રાંતિજમાં નગરપાલિકા સભ્ય પર હુમલાનો ગુનો નોંધાયો
– માર મારતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– કડુ લાકડી વડે મારમારી મા-બહેન સામે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા સભ્ય પર મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ ૨૬|૬|૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૧૨|૪૫ વાગ્યે પ્રાંતિજ ગામની સીમમાં બોક વિસ્તાર નજીક ઘટના બની હતી ફરિયાદી વિપુલકુમાર કાંતિભાઈ પરષોતમદાસ ભોઈ ખેતરો જઈને પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી રમેશભાઈ દેવાભાઈ ભરવાડે સિંચાઈની જમીન અંગે પૂછપરછ કરી હતી ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો જેમા ઝપાઝપી દરમિયાન આરોપીના હાથમાં પહેરેલા કડાથી ફરિયાદીના ચહેરાના ડાબા ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી બાદમાં ફરિયાદી ત્યાંથી નીકળવા જતા આરોપીએ લાકડી વડે તેમના ડાબા પગ પર માર માર્યો હતો તેમજ આરોપી અને તેની પત્નીએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૫ (૨), ૩૫૨,૩૫૧ (૩), ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની પોલીસ તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રામસિંહ ઘુળસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે