પ્રાંતિજના ઊંછા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો
– પોષણ, સ્વચ્છતા , તમાકુ નિયંત્રણ વિશે સમજણ આપી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ખાતે આરોગ્ય વિભાગ દ્રારા સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ તાલુકા આયુષ્માન આરોગ્ય મંદિર ઝાલા ની મુવાડી ના ઉંછા ગામ ખાતે પોષણ,એનિમિયા, વ્યસન મુક્તિ અંતર્ગત્ સામાજિક વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોષણ , સ્વચ્છતા , તમાકુ નિયંત્રણ વિશે સમજણ આપવામાં આવી તેમજ પિયર એજ્યુકેટર દ્વારા વ્યસમુક્તિ અને તમાકુ વિશે સમજણ આપવામાં આવી કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા એ ઉપસ્થિત રહીને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. આ કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પંકજભાઈ કટારા , DICO જયેશભાઈ પંડ્યા , મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો. પ્રાર્થનાબેન નાયક , આયુષ મેડીકલ ઓફિસર ડો.જ્યોત્સના બા ઝાલા , આગેવાન દિલીપસિંહ મકવાણા,ગામના સરપંચ ભરતસિંહ મકવાણા , ગ્રામજનો , સગર્ભા બહેનો ધાત્રી માતાઓ , પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહેલ હતા
જીલ રાવલ પ્રાંતિજ