fbpx

પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
– પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા
– રોજગારી માટે ૨૬૨ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા
– પ્રાંતિજ તાલુકામાંથી દશ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
– ૧૨૩ ઉમેદવારોની પ્રસંગી કરવામા આવી હતી
                   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ આઇ ટીઆઇ ખાતે તાલુકા કક્ષા નો રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમા ૨૬૨ નોકરી ઇચ્છુક ઉમેદવારો રોજગારી માટે ઉપસ્થિત રહ્યા હતા જેમા ૧૩૩ ઉમેદવારોની પ્રસંદગી કરવામા આવી હતી


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એમ.દેસાઈ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ જી.આઇ.એ. આઇ ટીઆઇ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર ના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી નોકરી ઇચ્છુક-૨૬૨ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ સહિત તાલુકામા આવેલ વિવિધ કંપનીઓમાંથી ૧૦ જેટલી નોકરીદાતાઓ કંપની ઉપસ્થિત રહી હતી જેમા ૨૬૨ નોકરી ઇચ્છુક ઉમેદવારો માંથી ૧૨૩ ઉમેદવારો ની પ્રસંદગી કરવામા આવી હતી તો આ પ્રસગે પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ , સંસ્થાના મંત્રી રઇશભાઇ કસ્બાતી , રોજગાર અધિકારી એચ.એસ.ગઢવી , સરકારી આઇટીઆઇ ના પ્રિન્શીપાલ એચ.એલ.ચૌધરી  ,ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ , જયતિભાઇ પટેલ , આઇટીઆઇ ના આચાર્ય હેમંતભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ આઇટીઆઇ સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!