fbpx

પ્રાંતિજ સહિત વિસ્તારોમાં નવરાત્રી નો રંગ જામ્યો  

Spread the love

પ્રાંતિજ સહિત વિસ્તારોમાં નવરાત્રી નો રંગ જામ્યો  
– યંત્ર યુગમાં પણ શેરી ગરબા નું મહત્વ વધયું  
– અવનવી સ્ટાઈલમાં ગરબા રસિકો ગરબે ધુમતા નજરે પડ્યા


             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જગત જનની માં જગદંબા નું આરાધના પર્વ નવરાત્રી શ્રધ્ધા- ઉમંગભેર ઉજવાઇ રહી છે ત્યારે ત્રીજા નોતરે પ્રાંતિજ માં પણ વિવિધ વિસ્તારોમાં ગરબે ધુમતા ખેલૈયાઓએ મોડી રાત્ર સુધી ગરબાની ધૂમ મચાવી હતી  


     જગત- જનની માં અંબા- જગંદબા ના નવ સ્વરૂપ ના આરાધના પર્વ નવલા નૌરતા ની ગરબાઓની રમઝટ વચ્ચે ભકિતભાવ પૂર્વક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે પ્રાંતિજ માં નવરાત્રી નો રંગ જામ્યો છે જેમાં કડવા પાટીદાર યુવક મંડળ  , તપોધન ફડી , વિશ્વકર્મા યુવક મંડળ  , શાન્તી નાથ સોસાયટી  , રેલ્વેસ્ટેશન  , લાલ દરવાજા  , નવાધરા  , ગોપીનાથ સોસાયટી , માતૃછાયા સોસાયટી  સહિત ના વિસ્તારોમાં યંત્ર યુગમાં પણ વર્ષોથી ચાલી આવતાં શેરી ગરબા નુ મહત્વ જાણે ડીઝે અને ગાયક કલાકારો વચ્ચે પણ અકબંધ છે અને વધારો થયો તેમ નગરજનો બહાર પાર્ટી પ્લોટોમાં જવાને બદલે શેરીઓમાં ગરબા ગાવાનું વધારે પસંદ કરેછે અને નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ પણ નવરાત્રી નવ દિવસ ગરબે ઘુમતા નજરે પડે છે ત્યારે પ્રાચીન ગરબા સાથે ખેલૈયા ઓ તાલ મળેળવી ને પાવન  નવરાત્રી પર્વ ની  ઉજવણી થઇ રહીછે ત્યારે આ વર્ષે રાવલ ઉદિત ભાઇ જગદીશભાઇ રાવલ ના પુત્ર ના ગરબા હોય તેવો દ્રારા ગરબા રસિકો માટે લાણી ની સુંદર વ્યવસ્થા કરવામા આવી છે  ત્યારે આ વર્ષે પ્રાંતિજ તપોધન ફડી ખાતે જાણે પ્રથમ નોરતે થી નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મુકી ને ગરબા ચોકમાં  ગરબે ધૂમી મા ની આરાધનામાં જોડાયાં છે  

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!