fbpx

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે થી ૯૫ હજાર નો મોબાઇલ ચોરાયો

Spread the love

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે થી ૯૫ હજાર નો મોબાઇલ ચોરાયો

  • મોબાઇલ ચોરાતા મોબાઇલ માલિક દ્રારા પોલીસ ફરિયાદ કરી
  • પ્રાંતિજ પોલીસે અજાણ્યા મોબાઇલ ચોર વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે થી ૯૫ હજારના મોબાઈલ ની ચોરી થતા મોબાઈલ માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા મોબાઈલ ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે રહેતો વિધાર્થી દિપ કુમાર રમેશભાઇ સુતરીયા કે જે ગાંધીનગર ખાતે કોલેજ કરે છે અને કોલેજ ગયા પછી પરત ધરે બસ મા આવતો હતો તે દરમ્યાન પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે બસ માથી ઉતરતો હતો તે દરમ્યાન મોબાઇલ ચોર તેના ખિસ્સા માંથી સેમસંગ કંપની નો ગેલેક્ષી એસ-24 અલ્ટ્રા મોડલ નો મોબાઇલ જેની ખરીદી કરેલ કિંમત રૂપિયા-૧,૩૩,૯૯૯ જેની હાલની કિંમત-૯૫,૦૦૦ જે મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દિપ કુમાર રમેશભાઇ સુતરીયા રહે.સત્યમ પાર્ક સોસાયટી પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા મોબાઈલ ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા મોબાઇલ ચોર વિરૂધ્ધ ૩૦૩(૨) મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!