
TVS ગ્રુપમાં પારિવારિક વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. સંપત્તિની વહેંચણીને લઈને ચાલી રહેલો આ વિવાદ હવે કાનૂની તબક્કે પહોંચી ગયો છે. લક્ષ્મી વેણુએ, વેણુ શ્રીનિવાસનની સંયુક્ત પારિવારિક સંપત્તિમાં એક-તૃતીયાંશ (1/3) હિસ્સો માંગતા મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી 16 નવેમ્બરે મોકલવામાં એ વિભાજન અંગેની નોટિસ બાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે તેમના પિતા વેણુ શ્રીનિવાસન પાસે પારિવારિક સંપત્તિની ન્યાયપૂર્ણ અને કાયદેસરની વહેંચણી કરવાનો અનુરોધ કર્યો હતો. અહેવાલો અનુસાર, આ મામલે કોર્ટમાં 27 નવેમ્બરે સુનાવણી થવાની શક્યતા છે.
શું છે વિવાદ અને મુખ્ય માંગણીઓ?
લક્ષ્મી વેણુએ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ પુત્રીઓના સમાન વારસાના અધિકારોનો ઉલ્લેખ કરતા સંયુક્ત પારિવારિક સંપત્તિના વિભાજન અને પોતાનો હિસ્સો ફાળવવાની માંગ કરી છે. આ દાવામાં VS ટ્રસ્ટ અને અન્ય હોલ્ડિંગ માળખાઓ દ્વારા રાખવામાં આવેલા હિસ્સાનો સમાવેશ થાય છે, જેમાં TVS મોટર કંપની, TVS હોલ્ડિંગ્સ, TVS ક્રેડિટ સર્વિસીસ અને સુંદરમ-ક્લેટન સાથે જોડાયેલી સંપત્તિઓનો પણ સમાવેશ થતો હોવાનું કહેવાય છે.
અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને તેમના પિતાના જવાબમાં તેમના કાનૂની અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, લક્ષ્મી વેણુએ પારિવારિક સંપત્તિ સાથે સંબંધિત એ દસ્તાવેજો અને માહિતી સુધી પહોંચ આપાવવા માટે ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરી છે, જેમને કથિત રીતે વારંવાર વિનંતી કરવા છતા રોકવામાં આવ્યા છે.

લક્ષ્મી વેણુના પક્ષનું કહેવું છે કે, પારિવારિક સંપત્તિની પ્રસ્તાવિત વહેંચણીમાં તેમને માત્ર 5% અને તેમના ભાઈ સુદર્શન વેણુને 95% હિસ્સો આપવાની વાત કહેવામાં આવી છે. જેને તમણે અસમાન અને અન્યાયી ગણાવીને ફગાવી દીધો છે.
આ મામલે, લક્ષ્મી વેણુના માતા મલ્લિકા શ્રીનિવાસને સાર્વજનિક રીતે પોતાની પુત્રીના દાવાનું સમર્થન કર્યું છે. એક નિવેદનમાં જણાવ્યું છે કે પુત્ર અને પુત્રી વચ્ચેની સંપત્તિના અધિકારો સમાન હોવા જોઈએ, અને લક્ષ્મીને પણ સુદર્શનની સરખામણીમાં અસમાન નહીં, પરંતુ ઉચિત હિસ્સો મળવો જોઇએ.
તેમણે એમ પણ કહ્યું કે TAFE એમાલ્ગમેશન્સ ગ્રુપેનો ભાગ છે, જેમાં તેઓ શેરધારક છે; અને આને વેણુ શ્રીનિવાસનના નજીકના પરિવારની આંતરિક નાણાકીય વ્યવસ્થાઓ સાથે જોડવી જોઈએ નહીં. બીજી તરફ લક્ષ્મી વેણુનું માનવું છે કે આ વિવાદ TVS કંપનીઓના રોજિંદા સંચાલન કે વ્યવસ્થાપકીય નિયંત્રણને લઇને નથી, પરંતુ તે પારિવારિક સંપત્તિની માલિકી અને તેના વિભાજન સાથે સંબંધિત છે. તેમનું માનવું છે કે વ્યવસાયિક કામગીરીમાં ખલેલ પહોંચાડ્યા વિના સંપત્તિનું વિભાજન કરી શકાય છે.

TVS ગ્રુપમાં વિવાદ શું છે અને વેણુ શ્રીનિવાસનનું શું કહેવું છે?
મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાના ચરણમાં છે. લક્ષ્મી અને મલ્લિકાનું માનવું છે કે 2020માં TVS ગ્રુપનું જે વ્યાપક પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, તે માત્ર વિસ્તૃત પરિવારની વિવિધ શાખાઓ પૂરતું સીમિત હતું; તેમાં વેણુ શ્રીનિવાસનના નજીકના પરિવાર વચ્ચેની સંપત્તિના અંતિમ વિભાજનનો સમાવેશ થતો નહોતો.
તો, વેણુ શ્રીનિવાસન અને તેમના પુત્ર સુદર્શન વેણુનું કહેવું છે કે પારિવારિક સંપત્તિ અને વ્યવસાયો અંગેની વ્યવસ્થાઓ અને સમજૂતીઓ (2020નું પુનર્ગઠન અને માર્ચ 2024નો સમજૂતી કરાર (MoU) થયા હતા, તે પરસ્પર સહમતિથી કરવામાં આવ્યા હતા, અને તમામ પક્ષો માટે બંધનકર્તા છે.