
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક વર્ષીય વ્યક્તિ દ્વારા અનુકંપાના આધારે નોકરી માંગવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ વ્યક્તિની ઉંમર 52 વર્ષ છે અને તેણે પિતાના અવસાનના 31 વર્ષ બાદ અરજી કરી હતી. કોર્ટે આ અરજીને તુચ્છ અને પરેશાન કરનારી કાનૂની કાર્યવાહી ગણાવીને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ન્યાયમૂર્તિ નિધિ ગુપ્તાની ખંડપીઠે અરજી ફગાવતા નોંધ્યું કે, અરજદારના પિતા, જેઓ હરિયાણા પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) હતા, તેમનું 4 ફેબ્રુઆરી, 1995ના રોજ ફરજ દરમિયાન નિધન થઈ ગયું હતું. અરજદારે હરિયાણા પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)ના પદ પર અનુકંપાના આધારે નિમણૂક મેળવવા માટે ઉંમર, ઊંચાઈ તથા છાતીના માપ અંગેના નિર્ધારિત નિયમોમાંથી મુક્તિ આપવાની વિનંતી માંગ કરી હતી.

આજ તકના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું ર્યું કે આ વ્યક્તિનો દાવો અગાઉ પણ નકારી કાઢવામાં આવ્યો હતો; એટલું જ નહીં, સેપ્રીમ કોર્ટે પણ આવી જ એક અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે એ પણ યાદ અપાવ્યું કે, અરજદારને અગાઉ હરિયાણા આર્મ્ડ પોલીસ (HAP)માં અને બીજી વાર ક્લાર્કના પદ પર અનુકંપાના આધારે નોકરીની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેણે બંને ઓફરો ઠુકરાવી દીધી હતી.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં અનુકંપા સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા હતા. સ્ટેટ ઓફ બંગાળ વિરુદ્ધ દેબાબ્રત તિવારી કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનુકંપાના આધારે મળતી નિમણૂક કોઈને એવો હક આપતી નથી કે તેઓ ભવિષ્યમાં ગમે ત્યારે આવી જગ્યા માટે અરજી કરી શકે. એકવાર નિર્ધારિત સમયમર્યાદા વીતી જાય, પછી આ યોજના હેઠળ રોજગાર માટે દાવો કરી શકાતો નથી. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, અનુકંપાના આધારે નિમણૂક એટલે લાવવામાં આવી હતી, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને તાત્કાલિક બહાર લાવી શકાય.

કોર્ટે હવે અરજદારને ચાર અઠવાડિયાની અંદર જીંદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) પાસે 1 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ જમા કરાવવામાં નહીં આવે, તો તેને જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલવામાં આવશે અને હરિયાણા સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીમાં જમા કરાવવામાં આવશે.