fbpx

અશ્વિન-કુલદીપ કે ચહલથી નહીં, આ ભારતીય સ્પિનરથી ડરે છે સ્ટીવ સ્મિથ

Spread the love

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એક એવા સ્પિન બોલરનું નામ લીધું છે, જેનો તે બેટિંગ દરમિયાન સામનો કરવા માગતો નથી. ESPNના એક શૉમાં સ્ટીવ સ્મિથે એ ભારતીય સ્પિનરનું નામ બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાવાની છે. એ અગાઉ ઓસ્ટ્રેલિયન ખેલાડી સતત નિવેદનબાજી કરી રહ્યા છે. અત્યારે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારત બાબતે અને ભારતીય ખેલાડીઓને લઈને નિવેદન આપી રહ્યા છે. હવે સ્ટીવ સ્મિથે એ સ્પિનરને લઈને ખુલાસો કર્યો છે, જેનો તે સામનો કરવા માગતો નથી.

વાસ્તવમાં ESPNના શૉમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, વિશ્વ ક્રિકેટરનો સૌથી મુશ્કેલ સ્પિનર કોણ છે? જેને તે રમવાનું પસંદ નહીં કરે? આ સવાલ પર સ્ટીવ સ્મિથે રીએક્ટ કરતા જવાબ આપ્યો. તેણે આ જવાબમાં ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું નામ ન લીધું. સ્ટીવ સ્મિથે સીધી રીતે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, રવીન્દ્ર જાડેજા. એટલે કે સ્ટીવ સ્મિથ રવિચંદ્રન અશ્વિનને નહીં પરંતુ રવીન્દ્ર જાડેજાને સૌથી મુશ્કેલ સ્પિન બૉલર માને છે.

તો એ સિવાય સ્ટીવ સ્મિથને વધુ એક મુશ્કેલ સવાલ પૂછવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે એક બૉલર જેના શૉટ બૉલનો તમે સામનો કરવા નહીં માગો. જેના પર પૂર્વ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે દક્ષિણ આફ્રિકન પૂર્વ બોલર મોર્ની મોર્કેલનું નામ લીધું. તેની સાથે જ સ્ટીવ સ્મિથે જસપ્રીત બૂમરાહને લઈને પણ વાત કરી છે. જસપ્રીત બૂમરાહને સ્મિથે વિશ્વ ક્રિકેટનો ખતરનાક ફાસ્ટ બોલર માન્યો છે. સ્મિથે જસપ્રીત બૂમરાહને ત્રણેય ફોર્મેટમાં ગ્રેટ બોલર કરાર આપ્યો છે. નોંધનીય છે કે નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે. 23 નવેમ્બરે સીરિઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાશે.

ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી 2 સીરિઝ જીતી છે. જો ભારતે સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ટીમને તેના ઘર આંગણે હરાવવી હોય તો બૂમરાહ પર ઘણું બધુ નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ અને ઉછાળ લેતી પીચો પર બૂમરાહ ખૂબ મહત્ત્વનો રહેશે. સ્મિથે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે તે એક અદ્વભૂત ફાસ્ટ બોલર છે. પછી હું તેનો સામનો નવા બૉલથી કરું, થોડા જૂના બૉલથી કરું કે પછી જૂના બૉલથી કરું. બૂમરાહ એ બધા સાથે સ્કિલમાં શાનદાર છે. તેને ખબર છે કયા બૉલ સાથે કયા પ્રકારની બોલિંગ કરવાની છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!