

દિલ્હીના પૂર્વ મુંખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાસ અચાનક કેમ દિલ્હીના રાજકારણથી દુર થઇ ગયા છે? આ સવાલ એટલા માટે ઉભો થઇ રહ્યો છે કારણકે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કે દિલ્હીની ભાજપ સરકાર સામે નિશાન સાધવા માટે કેજરીવાલ જાહેર મંચ પર પણ દેખાતા નથી. તો કેજરીવાલ છે ક્યાં?
જાણવા મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે અત્યારે સોશિયલ મીડિયાને જ પોતાનું પાવરફુલ શસ્ત્ર બનાવી દીધું છે. તમામ મુદ્દાઓ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે.
ઉપરાંત પંજાબનો કિલ્લો સાચવવા માટે કેજરીવાલે પંજાબમાં ધામા નાખ્યા છે અને ગુજરાત તેમનું બીજુ પસંદનું રાજ્ય છે એટલે પંજાબ અને ગુજરાત પણ તેમણે ફોકસ વધારી દીધું છે.

