
ગાંધીનગર સ્થિત MLA ક્વાર્ટરમાં એક અજીબ ઘટના સામે આવી છે. ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી છોકરો-છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાતાં રાજકીય ગળિયારામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સેક્ટર-21 પોલીસ સ્ટેશનના PI રેખા સિસોદિયા અને તેમની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિએ બાતમી આપી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને કપલની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેઓ કોણ હતા અને કેવી રીતે ધારાસભ્યના ઘરમાં આવ્યાં તેનો ખુલાસો કર્યો હતો.

માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કપલ ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાં હાજર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને એક-બીજાના પરિચિત છે. છોકરી કૉલેજમાં અભ્યાસ કરે છે જ્યારે છોકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને સગીર હોવાના કારણે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી.
gujaratsamachar.comના અહેવાલ અનુસાર, આ કપલ ધારાસભ્ય અનંત પટેલના PAનું પરિચિત હોવાથી ક્વાર્ટરમાં આવ્યું હતું. પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી, અને તેઓ પણ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ પૂછપરછ બાદ કોઈ ગુનાહિત એંગલ સામે ન આવતા કપલને છોડી દેવામાં આવ્યું હતું. રાજકીય વર્તૂળમાં આ કિસ્સાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. કેટલાક ધારાસભ્યો અંગતપણે એવું માની રહ્યા છે કે આ કપલ એક-બીજાના પ્રેમમાં હતું અને રાત વિતાવવા ધારાસભ્યના ઘરમાં આવ્યું હતું.

