fbpx

પ્રાંતિજ ખાતે મફત કાનુની માર્ગદર્શન ને લઈ ને પોસ્ટરો લગાવી પત્રિકાઓનુ વિતરણ કરવામા આવ્યુ

Spread the love

પ્રાંતિજ ખાતે મફત કાનુની માર્ગદર્શન ને લઈ ને પોસ્ટરો લગાવી પત્રિકાઓનુ વિતરણ કરવામા આવ્યુ
– જાહેર માર્ગ ઉપર પોસ્ટર લગાવી પત્રિકાઓનુ વિતરણ કરવામા આવ્યુ
– મફત કાનુની માર્ગદર્શન અંગે લોકો ને વાકેફ કર્યા
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મફત કાનુની માર્ગદર્શન ને લઈ ને જાહેર જગ્યાએ પોસ્ટરો લગાવી પત્રિકાઓનુ વિતરણ કરીને લોકોને મફત કાનુની માર્ગદર્શન અંગે વાકેફ કરવામા આવ્યા


  જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સાબરકાંઠા હિંમતનગર અને તાલુકા કાનુની સેવા સમીતી પ્રાંતિજ દ્રારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેકેટરી ચારણ ના માર્ગદર્શન હેઠળ નેશનલ લીગલ ઓથોરિટી અને નામદાર હાઇકોર્ટ નિદેશથી પ્રાંતિજ તથા તાલુકા માં મફત કાનુની શિબિર કરી મફત કાનૂની સલાહ સહાય કેવી રીતે મેળવી શકાય તેની માહિતી ડોરટુડોર ફરીને પેરાલીગલ વોલયન્ટીયર્સ દ્રારા આપવામા આવી હતી તો પ્રાંતિજ શહેર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના પેરાલીગ વોલયન્ર્ટસ મહેશભાઇ પંડયા દ્રારા પ્રાંતિજ ખાતે સરકારી કચેરીઓ તથા જાહેર પબ્લિક અવરનવર વાળી જગ્યાઓ પોલીસ સ્ટેશન , સેવાસદન મામલતદાર કચેરી , નગરપાલિકા , તાલુકા પંચાયત સહિત ની જગ્યાઓ ઉપર મફત કાનુની માર્ગદર્શન આપના પોસ્ટરો પત્રિકાઓ આપીને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!