fbpx

પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રિજ નીચે એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

Spread the love

પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રિજ નીચે એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
–  ઇડરથી ગાંધીનગર જતી એસ.ટી. બસ સાથે ક્રેનના આગળના ભાગની ટક્કર થતાં બસના ડ્રાઇવર સાઇડનો કાચ તૂટ્યો
–  અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી, મુસાફરોને અન્ય બસમાં બેસાડી રવાના કરાયા
   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક તાજપુર કુઈ બ્રિજ નીચે એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો


   મળતી માહિતી મુજબ ઇડરથી ગાંધીનગર તરફ જતી એસ.ટી. બસ પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ક્રેનના આગળના સૂંઢ જેવા ભાગની બસના ડ્રાઇવર સાઇડ સાથે ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બસના ડ્રાઇવર સાઇડનો કાચ તૂટી નીચે પડ્યો હતો અચાનક બનેલી આ ઘટનાને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો જોકે મોટી જાનહાનિ ટળી હતી ત્યારબાદ બસના કંડક્ટર દ્વારા મુસાફરોને અન્ય એસ.ટી. બસમાં બેસાડી તેમના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યા હતા બીજી તરફ બસના ડ્રાઇવર અને કંડક્ટરે સમગ્ર અકસ્માત અંગે ડેપો મેનેજરને જાણ કરી હતી અકસ્માતને પગલે થોડા સમય માટે મુસાફરોમાં ચિંતા જોવા મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!