પ્રાંતિજમાં શ્રી શાંતિનાથ દિગંબર જૈન મંદિર ખાતે વેદી પ્રતિષ્ઠા, પ્રતિમા સ્થાપન અને વિશ્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ
– ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન
– પ્રથમ દિવસે જિતેન્દ્ર અભિષેક અને નિત્ય અર્ચના બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી શાંતિનાથ દિગંબર જૈન મંદિરના નવનિર્મિત વેદી પર જિનરાજમાન કરવા વેદી પ્રતિષ્ઠા, પ્રતિમા સ્થાપન તથા વિશ્વશાંતિ મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું તા. ૨૭થી ૨૯ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે
ધર્મનગરી પ્રાંતિજમાંથી ભૂગર્ભમાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન જિનબિંબને નવનિર્મિત વેદી પર બિરાજમાન કરવાના શુભ અવસરે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે મહોત્સવના પ્રથમ દિવસે તા. ૨૭ નવેમ્બર, શુક્રવારના રોજ સવારે જિતેન્દ્ર અભિષેક અને નિત્ય અર્ચના બાદ શોભાયાત્રા નીકળી હતી જેમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ તથા ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્રણ દિવસ દરમિયાન જિતેન્દ્ર અભિષેક, શાંતિધારા, મંડપ ઉદ્ઘાટન, વેદી પ્રતિષ્ઠા, મંગલ પ્રવચન, યજ્ઞવિધિ, પ્રતિમા સ્થાપન, વિશ્વશાંતિ મહાયજ્ઞ, આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવનાર છે આ મહોત્સવમાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે સમગ્ર આયોજન સકળ દિગંબર જૈન સમાજ, પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું છે







