fbpx

પ્રાંતિજના રસુલપુર ગ્રીનવે હોટલ નજીક ટ્રકની ક્રેટા કારને પાછળથી ટક્કર, બે વ્યક્તિને ઈજા

Spread the love

પ્રાંતિજના રસુલપુર ગ્રીનવે હોટલ નજીક ટ્રકની ક્રેટા કારને પાછળથી ટક્કર, બે વ્યક્તિને ઈજા

  • નેશનલ હાઈવે-૪૮ પર ટ્રકચાલકે પુરઝડપે અને બેદરકારીથી ટ્રક હંકારી ક્રેટા કારને ટક્કર મારી
  • ટક્કર બાદ કારને થોડે દૂર સુધી ઢસડી, ટ્રક મૂકી ચાલક ફરાર
  • કારમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ પર રસુલપુર ગામ નજીક ગ્રીનવે હોટલ પાસે ટ્રક અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી


પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી માહિતી મુજબ, ગત તા. ૨૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે રસુલપુર ગામ નજીક ગ્રીનવે હોટલ આગળ નેશનલ હાઈવે-૪૮ પર ટ્રક નંબર RJ.14.GT.5301ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી હંકારી ફરિયાદીની ક્રેટા કાર નંબર GJ.01.WW.2059ને પાછળના ડાબા ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ટ્રક કારને થોડે દૂર સુધી ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કરણભાઈ ગણપતભાઈ કલાલને જમણા હાથના ભાગે તથા સુખજી કલાલને કમરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસાન સર્જ્યા બાદ ટ્રકચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો આ અંગે ફરિયાદી ગોપાલભાઈ મોહનભાઈ માલવિયા રહે. નરોડા, અમદાવાદ, મૂળ પીપલીનગર, રાજસ્થાનએ પ્રાંતિજ પોલીસ મથકે તા. ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ આઇપીસીકલમ ૨૮૧, ૧૨૫(એ) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!