વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીએ અનેક લોકોના બિઝનેશ તબાહ કરી નાંખ્યા, અનેક લોકોના રોજગાર છીનવાયા, લોકોએ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો બીજી તરફ એવા લોકો પણ છે જેમની કિસ્મત કોરાનાને કારણે રાતોરાત બદલાઇ ગઇ. બીજા શબ્દોમાં કહીએ તો એવા લોકો પણ છે જેમનું કોરાના મહામારીમાં નસીબ આડેનું પાંદડે હટી ગયુ અને તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા.
આવા જ એક વ્યકિતની સ્ટોરી તમને કહેવી છે. ઇંગ્લેંડના લીડ્સમાં રહેતા એક વ્યકિત માટે કોરાના ટર્નીગ પોઇન્ટ સાબિત થયો. મહામારી દરમ્યાન છેલ્લાં એક વર્ષમાં તેણે 450 કરોડ રૂપિયાની કમાણી કરી. માછીમારના પુત્રનું નસીબ એટલું સોલિડ ચમકી ગયું કે તેણે 10000 લોકોને રોજગારી આપી અને યોર્ક શાયરના અમીરોની યાદીમાં તમનું નામ 10માં સ્થાને પહોંચી ગયું. એક જ વર્ષમાં 450 કરોડ રૂપિયાની કમાણી કરનાર આ વ્યકિતએ માત્ર 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી.
આ વ્યકિતનું નામ છે સ્ટીવ પાર્કિન. સ્ટીવે માત્ર 16 વર્ષની ઉંમરમાં ભણવાનું છોડી દીધું હતું.લીડ્સ લાઇવના એક અહેવાલ મુજબ, કોરોના મહામારીના સમયમાં સુપરમાર્કેટ ખાલી પડ્યા હતા, કારણ એ હતું કે લોકો રિટેલને બદલે ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા હતા, આનાથી સ્ટીવ પાર્કિનનું નસીબ દદલાઇ ગયું.
સ્ટીવ પાર્કિને 1992માં મેન વિથ ધ વેન નામથી એક ઓનલાઇન લોજિસ્ટીક્સ ડિલિવરી કંપની શરૂ કરી હતી.કોરોનામાં સ્ટીવ માટે એક મોટી તક આવીને ઉભી રહી. આજે તેની પાસે મોટરવેની સાથે સાથે કંપનીના મોટા મોટા ગોડાઉન છે અને તે પોતાના ગ્રાહકોને માર્ક્સ એન્ડ સ્પેન્સર, એએએસડીએ અને મોરીસન જેવી નામાંકિત કંપનીઓનો સામાન પહોંચાડી રહ્યા છે.
બિઝનેશ ઇનસાઇડરના અહેવાલ મુજબ, સ્ટીવ પાર્કિન હવે યોર્કશાયરના અમીરોની યાદીમાં 10માં નંબરે પહોંચી ગયા છે અને તેમની સંપતિમાં છેલ્લાં એક વર્ષમાં 450 કરોડ રૂપિયાની વૃધ્ધિ થઇ હોવાનું કહેવાયું છે.
કંપનીએ કહ્યું છે કે છેલ્લાં 1 વર્ષમાં કપનીનો બિઝનેશ 39. 1 ટકા વધીને 700 કરોડ રૂપિયા થઇ ગયો છે. પાર્કિનની કંપનીએ 10000 લોકોને રોજગારી આપી છે. ઇંગ્લેંડના લીડ્સમાં જન્મેલા સ્ટીવ પાર્કિન એક માછીમારના પુત્ર છે અને તેમણે HGV લાયસન્સ મેળવતા પહેલાં 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. બોનમાર્ચે કંપની માટે વાહન ચલાવવાની તેમની પ્રથમ નોકરી હતી.