
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી મહેમાનોને વિપક્ષોને મળવાથી રોકે છે અને આ પરંપરા મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં પાળવામાં આવતી હતી.
ગુરુવારે જ્યારે ભાજપ સાંસદ કંગના રનૌતને લોકસભા બહાર પત્રકારોએ સવાલ પુછ્યો કે, રાહુલ ગાંધી કહે છે કે, સરકાર વિદેશી મહેમાનોને વિપક્ષ સાથે મળાવતી નથી અને મનમોહન સિંહ અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં લીડર ઓફ અપોઝીશન સાથે મુલાકાતની પરંપરા હતી. તો કંગનાએ કહ્યું કે, અટલ બિહારી વાજપેયી દેશભક્ત હતા અને રાષ્ટ્રીય સંપત્તિ હતા. મારુ સુચન છે કે રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ અને રાહુલ પણ અટલ બિહારી બની શકે છે.

