ટી.વી.ના સૌથી પોપ્યુલર શૉમાંથી એક CIDનો શૉ હતો. આ શૉ વર્ષ 1998માં શરૂ થયો હતો અને 20 વર્ષ સુધી શાનદાર TRP બનાવી રાખ્યા બાદ વર્ષ 2018માં બંધ થઇ ગયો હતો. શૉના ઘણા ડાયલોગ્સ અત્યારે પણ પોપ્યુલર છે. CIDના ફેન્સ સતત નવી સીઝનની ડિમાન્ડ કરી રહ્યા છે. શૉમાં ACP પ્રદ્યુમનનો રોલ નિભાવનારા શિવાજી સાટમે તાજેતરમાં જ શૉ બંધ થવા પર વાત કરી હતી. શિવાજી સાટમે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે શૉના મેકર્સ અને સોની ચેનલ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે 20 વર્ષની સફળતા છતા તેને બંધ કરવો પડ્યો.
શિવાજી સાટમે જણાવ્યું કે બંને જ શૉ (CID અને KBC) વચ્ચે સારી સ્પર્ધા હતી, જે CID બંધ થવાનું એક કારણ છે. તેમણે ફ્રાઇડે ટોકીઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે ચેનલને પૂછતા હતા કે તેઓ તેને કેમ બંધ કરી રહ્યા છે. અમારો શૉ કૌન બનેગા કરોડપતિ (KBC) સાથે બરાબારી પર હતો. હા શૉની TRPમાં થોડો ઘટાડો આવ્યો હતો, પરંતુ કયા શૉની TRPમાં ઘટાડો નથી આવતો? શૉ બંધ કરવા અગાઉ ચેનલે તેના શેડ્યૂલમાં ફેરફાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, આ શૉ હંમેશાં 10:00 વાગ્યે આવતો હતો, પરંતુ તેમણે તેને રાત્રે 10:30 વાગ્યે તો ક્યારેક ક્યારેક 10:45 વાગ્યે પણ ટેલિકાસ્ટ કરવાનો શરૂ કર્યું. તેના કારણે લોકોએ શૉ જોવાનું ઓછો કરી દીધો.
શિવાજી સાટમે ચેનલના મેકર્સ સાથેના વિવાદને લઇને જણાવ્યું કે, ચેનલને મેકર્સથી કોઇ પરેશાની હતી અને તેઓ તેમને બદલવા માંગતા હતા, પરંતુ અમારા માટે એ માત્ર વફાદારીની વાત નહોતી, પરંતુ મિત્રતાની વાત હતી. શૉના માધ્યમથી અમે એક સાથે આગળ વધ્યા હતા કેમ કે અમે એક ટીમ હતા. કુલ મળીને કહીએ તો આ શૉને બળજબરીપૂર્વક બંધ કરી દેવામાં આવ્યો હતો. શૉમાં શિવાજી સાટમ સિવાય દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ અને દિનેશ ફડણવીસ જેવા એક્ટર્સ મહત્ત્વનો રોલ નિભાવી રહ્યા હતા.